Madhavpur Mela 2026:માધવપુર ઘેડ ના મેળાને મળ્યું રાષ્ટ્રીય બહુમાન મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. પ્રાચીન ભારતમાં માધવપુર ઘેડનું ખૂબ મહત્વ હતું. માધવપુર ઘેડ ના અવશેષો અને તેના પ્રાચીન સ્થળો જોતા લાગે છે કે ભારત વર્ષના પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિનું સંગમ ઉપરાંત દક્ષિણ સંસ્કૃતિ સાથે પણ માધવપુર ઘેડનું વિશિષ્ટ રીતે જોડાયેલું હતું.
દક્ષિણ પરંપરાના સંતોની માધવપુર ઘેડ સુધીની યાત્રા ઘણું બધું મહત્વ દર્શાવે છે .પુરાણો અને ઇતિહાસમાં મહત્વ ધરાવતો માધવપુરનો મેળો વર્ષોથી પરંપરાગત યોજાતો હતો. માધવપુર ઘેડના ઉત્સવો અને તેના સ્થળો ભારતની પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરે છે પરંતુ તેમને રાષ્ટ્રીય બહુમાન આપવાની જરૂરિયાત હતી જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ છે.
ભગવાન શ્રીકૃષ્ણ માતા રુક્ષ્મણીનું લગ્ન સ્થળ, શ્રી વલ્લભાચાર્ય, ગુરુ ગોરખનાથ, રામાનુજાચાર્ય પરંપરા અને યાત્રાઓ, સોલંકી કાળના સ્થાપત્યો, પ્રાચીન કુંડો, નદીઓના સંગમ, સૌથી રમણીય બીચ, માધવપુર આસપાસ ખાસ કરીને મધુવનમાં નીરવ અને અલૌકિક શાંતિ ,આ બધું માધવપુર નું મહત્વ દર્શાવે છે.
વર્ષ 2018થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિશા-દર્શનમાં માધવપુરના મેળાને રાષ્ટ્રીય ફલક પર લઈને જવામાં આવ્યો છે તેમજ માધવપુરના પૌરાણિક ઇતિહાસને ઉજાગર કરવાનું કાર્ય કરવામાં આવ્યુ છે.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંકલનથી ઉત્તર પૂર્વ અને ગુજરાતના કલાકારોનો ચાર દિવસનો સાંસ્કૃતિક કાર્યક્રમ માધવપુરમાં અને પાંચમા દિવસનો સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારકામાં રુક્ષ્મણી સત્કાર સમારોહ તરીકે ઉજવાય છે જે છેલ્લા છ સાત વર્ષથી ખૂબ જ લોકપ્રિય બન્યો છે અને જેના કારણે પ્રવાસીઓ માધવપુરમાં આ મેળામાં વધુ સંખ્યામાં આવતા થયા છે.
કથા ને શ્રદ્ધા એવી છે કે માતા રુકમણી ઉત્તર પૂર્વ પ્રદેશના રાજા ભિશમાકના પુત્રી હતા. તેમની ઈચ્છા ભગવાન શ્રી કૃષ્ણ સાથે લગ્ન કરવાની હતી. પરંતુ તેમના ભાઈ રૂકમીની ઈચ્છા તેમના બહેનના લગ્ન શિશુપાલ સાથે કરાવવા હતા. રુક્ષ્મણી જી ભગવાન શ્રીકૃષ્ણને પત્ર લખે છે અને ઉત્તર પૂર્વમાં આવીને તેમનું હરણ કરીને દ્વારકા લઈ જવાનું જણાવે છે.
ઉત્તર પૂર્વના રાજ્યો છે તે પ્રદેશમાં ભગવાન શ્રીકૃષ્ણ રુક્ષ્મણીજી સાથે લગ્ન કરવા માટે પહોંચે છે અને ત્યાં તે રૂકમિને હરાવે છે અને રૂક્ષ્મણીજીનું હરણ કરીને તેઓ ગુજરાતમાં સૌરાષ્ટ્રના માધવપુરમાં આવીને લગ્ન કરે છે. માધવપુરમાં જ્યાં ભગવાનના લગ્ન થયા હતા તે સ્થળ ચોરી માયરા તરીકે ખૂબ જ પ્રખ્યાત છે અને પુરાતત્વ વિભાગ દ્વારા પણ રક્ષિત કરાયેલું છે. આ પૌરાણિક સ્થળના લગ્ન મંડપને સરકાર દ્વારા તેની જેવી ગરિમા હતી તેવી જ રાખીને તેનું પુનનિર્માણ પણ કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રમાં એક કીર્તન ગીત રૂક્ષ્મણી લખે પત્ર શ્રીકૃષ્ણને રે, નહિ રે પરણું શિશુપાલને રે.. તે ખૂબ જ પ્રખ્યાત છે જે આ ભગવાન શ્રીકૃષ્ણની લગ્ન ઉત્સવમાં પણ સૌરાષ્ટ્રના ગામોમાં ગવાય છે.આ પ્રસંગ- પત્રની પ્રસ્તુતિ ગુજરાત સરકારના સાંસ્કૃતિક વિભાગના સાંસ્કૃતિક કાર્યક્રમમાં માધવપુરમાં ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવે છે જે પણ એક આકર્ષણનું કેન્દ્ર છે. ચૈત્ર માસમાં ભગવાન કૃષ્ણ અને રૂકમણીજીના લગ્નોત્સવ માધવરાયજીના લગ્નોઉત્સવની માહિતી જોઈએ માધવપુરમાં દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્નની યાદમાં ચૈત્ર સુદ નોમ(રામનવમી)થી ચૈત્ર સુદ બારસ સુધી મેળો યોજાય છે. પરંતુ તે મેળા પહેલા ફાગણ વદ પૂર્ણિમા(હોળી)ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન લખવાની પરંપરા રહેલી છે.
