Gujarat Police Gujarat Police 2026 (ગુજરાત પોલીસ ભરતી): ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છતા લાખો યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ કેડરની 858 અને લોકરક્ષક કેડરની 12,733 મળી કુલ 13,591 જગ્યાઓ માટેની શારીરિક ક્ષમતા કસોટી (PET) અને શારીરિક માપ કસોટી (PST) આગામી 21 જાન્યુઆરી 2026 થી શરૂ કરવામાં આવશે.
આ ભરતી પ્રક્રિયામાં સમગ્ર રાજ્યમાંથી 10 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી છે, જેમના માટે રાજ્યના 15 નિર્ધારિત કેન્દ્રો (ગ્રાઉન્ડ) પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
પરીક્ષાનું આયોજન અને સમયગાળો
ભરતી બોર્ડ દ્વારા પુરુષ અને મહિલા ઉમેદવારો માટે અલગ-અલગ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે:
- પુરુષ ઉમેદવારો: 11 ગ્રાઉન્ડ પર 21-01-2026 થી 13-03-2026 સુધી કસોટી યોજાશે.
- મહિલા અને માજી સૈનિકો: 4 ગ્રાઉન્ડ પર 21-01-2026 થી 06-03-2026 સુધી કસોટી યોજાશે.
ચુસ્ત સુરક્ષા અને ટેકનોલોજીનો ઉપયોગ
ભરતી પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે બોર્ડ દ્વારા હાઈટેક વ્યવસ્થા કરવામાં આવી છે:
- તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કરવામાં આવશે.
- સમગ્ર પ્રક્રિયા CCTV કેમેરાની નિગરાની હેઠળ યોજાશે.
- દોડ કસોટી દરમિયાન સમયની ચોકસાઈ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.
- દરેક ગ્રાઉન્ડ પર DIGP/IGP કક્ષાના અધિકારીઓ સુપરવિઝન કરશે અને ગાંધીનગર ખાતે સેન્ટ્રલ કંટ્રોલરૂમથી મોનિટરિંગ કરવામાં આવશે.
શારીરિક ક્ષમતાના ધોરણો
ઉમેદવારોએ નીચે મુજબની લાયકાત પૂર્ણ કરવાની રહેશે:
1) દોડની મર્યાદા:
- પુરુષ ઉમેદવારો: 5000 મીટર (25 મિનિટમાં)
- મહિલા ઉમેદવારો: 1600 મીટર (9 મિનિટ 30 સેકન્ડમાં)
- માજી સૈનિકો: 2400 મીટર (12 મિનિટ 30 સેકન્ડમાં)
2) શારીરિક માપદંડ (PST):
| કેટેગરી | પુરુષ ઉમેદવાર (ઊંચાઈ) | મહિલા ઉમેદવાર (ઊંચાઈ) | છાતીનું માપ (માત્ર પુરુષ માટે) |
| અનુસૂચિત જનજાતિ (ST) | ૧૬૨ સે.મી. | ૧૫૦ સે.મી. | ૭૯ સે.મી. (ફુલાવ્યા વગર) અને ૮૪ સે.મી. (ફુલાવેલી) |
| અન્ય કેટેગરી (ST સિવાયના) | ૧૬૫ સે.મી. | ૧૫૫ સે.મી. | ૭૯ સે.મી. (ફુલાવ્યા વગર) અને ૮૪ સે.મી. (ફુલાવેલી) |
