Loading...

પોલીસ ભરતીમાં મોટો પડાવ પાર: 2.63 લાખ ઉમેદવારો શારીરિક કસોટીમાં પાસ, LRDની 14 જૂને યોજાશે લેખિત પરિક્ષા

તા. 21 જાન્યુઆરીના રોજ રાજ્યના 15 કેન્દ્રો પર યોજાયેલી શારીરિક કસોટીમાં પાસ થનારા ઉમેદવારોનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. તેમજ 14 જૂને લેખિત પરિક્ષાની જાહેરાત કરાઈ છે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Fri 03 Apr 2026 10:53 AM (IST)Updated: Fri 03 Apr 2026 10:54 AM (IST)
gandhinagar-news-lrd-recruitment-2026-physical-test-results-written-exam-date-14-june-720675
HIGHLIGHTS
  • LRD શારીરિક કસોટીમાં 2.63 લાખ ઉમેદવારો પાસ
  • 14 જૂને લેખિત પરીક્ષા લેવામાં આવશે
  • પોલીસ ભરતીમાં કુલ 2,63,344 ઉમેદવારો પાસ

ગુજરાત રાજ્યમાં LRD ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ પડાવ પૂરો થયો છે. તા. 21 જાન્યુઆરી, 2026થી રાજ્યના 15 કેન્દ્રો પર યોજાયેલી શારીરિક કસોટી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ તેનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. બાદ ઉમેદવારો તેમનું પરિણામ ઓનલાઇન જોઈ શકે છે.

ઉમેદવારોની યાદી જાહેર કરાઈ

પોલીસ ભરતી બોર્ડે પોલીસ વિભાગના વર્ગ-3 સંવર્ગ હેઠળ PSI અને લોકરક્ષક દળ (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં LRDની શારીરિક કસોટી માટે 10 લાખ ઉમેદવારોએળ દોડમાં ભાગ લીધો હતો. 89405 મહિલા, 1,73,112 પુરુષ, અને 827 માજી સૈનિક ઉમેદવાર મળી કુલ 2,63,344 ઉમેદવારો પાસ થયા હતા.કેટલા ટાઈમમાં ઉમેદવારે ગ્રાઉન્ડ પાસ કર્યું હતું તે અંગેની માહિતી સાથેની યાદી જાહેર કરી દેવાઈ છે.

ઉમેદવારો માટે લિંક દ્વારા વિગત ઉપલબ્ધ

ભરતી બોર્ડે જાહેર કરેલ નોટિફિકેશન મુજબ, શારીરિક કસોટીમાં પાસ થયેલા પુરુષ, મહિલા તેમજ માજી સૈનિક ઉમેદવારો માટે અલગ-અલગ લિંકના માધ્યમથી વિગત જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારોએ તેમની કેટેગરી અનુસાર લિંક પર માહિતી મેળવી લેવાની સલાહ અપાઈ છે.

નીચે આપેલ લિંક પર ક્લિક કરીને ઉમેદવારો પોતાનું નામ ચકાસી શકે છે.

દરેક તબક્કાની બાઈકાઈથી ચકાસણી

ભરતી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા માટે RFID Lap Data અને CCTV કેમેરાના ઉપયોગથી દરેક તબક્કાની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી હતી. તેમજ તેની સાથે શારીરિક માપ કસોટીમાં ઊંચાઈ અને અન્ય માપદંડોની સચોટ તપાસ કરાઈ હતી.ચકાસણી પૂર્ણ થયા પછી પરિણામ જાહેર કરવા અંગે બોર્ડે ઉમેદવારોને જાણકારી આપી છે.

પાસ ઉમેદવારો માટે લેખિત પરીક્ષા

ભરતી બોર્ડ દ્વારા જણાવાયું છે કે, ભરતી પ્રક્રિયા વખતે કોઈ ઉમેદવાર તરફથી ગેરરીતિ કે ખોટી માહિતી સામે આવશે તો તેની ઉમેદવારી રદ્દ કરાશે. તેમજ સરકાર કે કોર્ટના કોઈ નવા આદેશો લાગુ પડશે તો તે તમામ ઉમેદવારો માટે બાધ્ય રહેશે.LRD ભરતીમાં સફળતા મેળવનારા ઉમેદવારો માટે 14 જૂન 2026ના રોજ લેખિત પરિક્ષા યોજાશે. ઉમેદવારોએ સમયસર તૈયારી શરુ કરી દેવા અંગે સૂચન કરવામાં આવેલ છે.

વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી

ઉમેદવારને તેના પરિણામ અંગે કોઈ રજૂઆત કે વાંધો હોય તેને જરુરી દસ્તાવેજો સાથે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગર ખાતે નિર્ધારિત સમયમર્યાદામાં લેખિતમાં રજૂઆત આપવાની રહેશે. સમયમર્યાદા પૂર્ણ થયા પછી મળતી રજૂઆતો માન્ય ગણવામાં આવશે નહીં. ઉમેદવારોને વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવા સૂચન કરાયું છે.