Loading...

Devbhumi Dwarka: ભાણવડમાં SOG પોલીસની મોટી કાર્યવાહી, દુર્લભ પ્રજાતિના 12 'સૂર્ય કાચબા' સાથે એકની ધરપકડ

એક સૂર્ય કાચબાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 5 થી 7 લાખની આસપાસ. ભાણવડમાંથી જપ્ત કાચબાની અંદાજિત કિંમત 60 લાખથી વધુ થવા જાય છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 23 Jan 2026 06:32 PM (IST)Updated: Fri 23 Jan 2026 06:32 PM (IST)
devbhumi-dwarka-news-sog-seizes-12-rare-sun-turtles-worth-rs-60-lakh-in-bhanvad-one-arrested-678699
HIGHLIGHTS
  • તાંત્રિક વિધિઓ અને અંધશ્રદ્ધા ફેલાવવા કાચબા ઉપયોગમાં લેવાતા હોવાની શંકા

Devbhumi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ (SOG) એક મોટી કાર્યવાહી કરીને દુર્લભ અને સંરક્ષિત ગણાતા 12 ’સૂર્ય કાચબા’ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. SOG ની ટીમે ભાણવડમાં આવેલા વિજય રેફ્રિજરેશનના સંચાલક અર્જુન ભગાણીના કબજામાંથી આ કાચબા જપ્ત કર્યા છે.

વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ આ કાચબા અત્યંત સંરક્ષિત પ્રજાતિમાં આવે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં એક કાચબાની કિંમત અંદાજે 5 થી 7 લાખ રૂપિયા હોવાનું મનાય છે. આમ જપ્ત કરાયેલા કુલ કાચબાની કિંમત અંદાજે 60 લાખથી વધુ થવા જાય છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ કાચબાનો ઉપયોગ મોટાભાગે તાંત્રિક વિધિઓ અને અંધશ્રદ્ધા ફેલાવવા માટે કરવામાં આવતો હતો. આટલી મોટી સંખ્યામાં સંરક્ષિત વન્યજીવોનું વેચાણ અને હેરફેર થતી હોવા છતાં સ્થાનિક વન વિભાગને તેની જાણ ન હોવાથી વન વિભાગની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

SOG એ આરોપી અર્જુન ભગાણીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે વન વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ નેટવર્ક પાછળ અન્ય કોઈ મોટા તસ્કરો સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.