Devbhumi Dwarka: કલ્યાણપુર તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબજો, પ્રમુખ-ઉપપ્રમુખના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા

ગત મહિને યોજાયેલી ચૂંટણીમાં કલ્યાણપુર તાલુકા પંચાયતની 24 બેઠકો પૈકી 11 પર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા હતા, જ્યારે ભાજપના ફાળે 9 બેઠકો આવી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 24 May 2026 09:52 PM (IST)Updated: Sun, 24 May 2026 09:52 PM (IST)
devbhumi-dwarka-news-congress-takes-control-of-kalyanpur-taluka-panchayat
HIGHLIGHTS
  • આજે ફોર્મ ભરવાના અંતિમ સમય સુધી ભાજપનું કોઈ ફોર્મ જમા ના થયું
  • પુરીબેન ગોજીયા પ્રમુખ અને લાખીબેન કરમુરની ઉપપ્રમુખ બન્યા

Devbhumi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લાની કલ્યાણપુર તાલુકા પંચાયત પર હવેથી કોંગ્રેસનો કબજો થઈ ગયો છે. જેમાં ભાજપ તરફથી કોઈએ ફોર્મ ના ભરતાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે કોંગ્રેસના ઉમેદવારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

હકીકતમાં ગત મહિના ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામમાં કલ્યાણપુર તાલુકા પંચાયત 24 બેઠકો પૈકી 11 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યારે ભાજપના ફાળે 9 તેમજ આમ આદમી પાર્ટીને માત્ર 4 બેઠકો મેળવીને સંતોષ માનવો પડ્યો હતો. આમ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી હતી, જ્યારે આમ આદમી પાર્ટી કિંગ મેકરની ભૂમિકામાં આવી ગઈ હતી.

આવતીકાલે 25 મેના રોજ કલ્યાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે. જેના માટે આજે 24 મેના રોજ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. સવારે 11 થી 2 વાગ્યાની મુદ્દત પુરી થઈ ત્યાં સુધીમાં ભાજપ તરફથી એકપણ ફોર્મ જમા કરવામાં નથી આવ્યું.

આથી કલ્યાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ પદે કોંગ્રેસના પુરીબેન બાબુભાઈ ગોજીયા અને ઉપપ્રમુખ પદે લાખીબેન રામભાઈ કરમુર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ સિવાય કારોબારીના ચેરમેન તરીકે અલ્પાબેન વિનોદભાઈ કરમૂર, દંડક તરીકે ગંગાબેન જયસુખભાઈ ખાણધર તેમજ ન્યાય સમિતિના ચેરમેન તરીકે ગોગનભાઈ રાઠોડની વરણી કરવામાં આવી છે.