Loading...

Devbhumi Dwarka: સલાયામાં રખડતા ઢોરનો આતંક, યુદ્ધે ચડેલો આખલો ફરસાણની દુકાનોમાં ઘુસી જતા અફરાતફરી મચી

દુકાનદાર અને ગ્રાહકો સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતાં જાનહાનિ ટળી હતી, પરંતુ વેપારીને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 18 Jan 2026 11:03 PM (IST)Updated: Sun 18 Jan 2026 11:03 PM (IST)
devbhumi-dwarka-bull-fight-at-salaya-village-of-khambhalia-676268
HIGHLIGHTS
  • આખલાઓએ દુકાનમાં રહેલ ચીજ-વસ્તુઓનો સોંથ વાળી નાંખ્યો
  • સ્થાનિકો માટે ઘરની બહાર નીકળવાનું પણ જોખમ બન્યું

Devbhumi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં રખડતા ઢોરોનો ત્રાસ હવે વેપારીઓ અને રાહદારીઓ માટે જીવનું જોખમ બની રહ્યો છે. ગઈકાલે જાહેરમાં લડી રહેલા બે આખલાઓ અચાનક એક ફરસાણની દુકાનમાં ઘૂસી જતાં અફરાતફરી મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

સલાયાના મુખ્ય માર્ગો પર આખલાઓ બેફામ બન્યા છે. છાશવારે જાહેર રોડ પર આખલાઓ વચ્ચે ‘યુદ્ધ’ ફાટી નીકળે છે, જેના કારણે રસ્તે ચાલતા લોકો અને ટુ-વ્હીલર ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે હવે ઘરની બહાર નીકળવું પણ જોખમી બન્યું છે.

ફરસાણની દુકાનમાં તોડફોડ
તાજેતરની ઘટનામાં બે આખલાઓ લડતા-લડતા સીધા એક ફરસાણની દુકાનમાં ઘૂસી ગયા હતા. આખલાઓએ દુકાનમાં રાખેલો માલસામાન અને ફર્નિચર વેરવિખેર કરી નાખ્યું હતું. સદનસીબે દુકાનદાર અને ગ્રાહકો સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતાં જાનહાનિ ટળી હતી, પરંતુ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.