Devbhoomi Dwarka: ખંભાળિયામાં SOGની લાલ આંખ; ₹1.08 કરોડની વ્હેલની ઊલટી, સિંહના નખ અને કસ્તૂરી સાથે 3 તસ્કર ઝડપાયા

દેવભૂમિ દ્વારકા SOG એ ખંભાળિયામાં દરોડા પાડી ₹1.08 કરોડનો પ્રતિબંધિત મુદ્દામાલ ઝડપ્યો, જેમાં વ્હેલની ઊલટી, કસ્તૂરી અને સિંહના નખનો સમાવેશ થાય છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં અમરેલી અને ધ્રોલના ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 20 Jun 2026 09:44 AM (IST)Updated: Sat, 20 Jun 2026 09:44 AM (IST)
devbhoomi-dwarka-sog-seizes-1-08-cr-whale-vomit-lion-claws-in-khambhalia-3-arrested

Devbhoomi Dwarka News: ગુજરાતમાં પ્રતિબંધિત દરિયાઈ અને વન્યજીવોના અંગોની ગેરકાયદેસર હેરાફેરી કરતી ગેંગ સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે (SOG) લાલ આંખ કરી છે. ખંભાળિયામાં એસઓજી પોલીસે જુદા-જુદા બે સ્થળોએ દરોડા પાડીને વ્હેલ માછલીની ઊલટી, કસ્તૂરી અને સિંહના બે નખ સહિત કુલ ₹1.08 કરોડનો પ્રતિબંધિત મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં અમરેલીના બે અને ધ્રોલના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા એસઓજી પોલીસને મળેલી ચોક્કસ બાતમી મુજબ, ખંભાળિયા પંથકમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વન્યજીવ અને દરિયાઈ સૃષ્ટિના અમૂલ્ય અંગોના ગેરકાયદેસર વેચાણના આ નેટવર્કને તોડી પાડવા માટે પોલીસે બે અલગ અલગ ટીમો બનાવીને દરોડો પાડ્યો હતો.

અમરેલીના બે ઇસમો 1 કરોડની એમ્બરગ્રીસ સાથે ઝડપાયા

પોલીસના પ્રથમ દરોડા દરમિયાન અમરેલીના બે શખ્સો - રાકેશ સાંખટ અને લાખાભાઈ ડોડીયાની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરવામાં આવી હતી. તેમની તલાશી લેતા આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતું વ્હેલ માછલીનું એમ્બરગ્રીસ (વ્હેલની ઊલટી) મળી આવ્યું હતું, જેની કિંમત આશરે ₹1 કરોડ જેટલી થાય છે.

ધ્રોલનો શખ્સ કસ્તૂરી અને સિંહના નખ સાથે ઝડપાયો

આ ઓપરેશનના થોડા જ સમયગાળામાં એસઓજીની ટીમે બીજો દરોડો પાડ્યો હતો. જેમાં ધ્રોલના ફિરોઝ મકવાણા નામના શખ્સને દબોચી લેવાયો હતો. તેની પાસેથી ₹1 લાખની કિંમતની કસ્તૂરી અને ₹20 હજારની કિંમતના એશિયાટિક સિંહના બે નખ જપ્ત કરવામાં આવ્યા છે.