Devbhoomi Dwarka: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ઓખા અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર "સ્પેશિયલ ટ્રેન" ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન સંખ્યા 09562/09561 ઓખા-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ (10 ફેરા)
ટ્રેન સંખ્યા 09562 ઓખા-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ દર મંગળવારે ઓખાથી 10:20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04:20 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 27 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે.
તેવી જ રીતે, રિટર્ન માં ટ્રેન સંખ્યા 09561 બાંદ્રા ટર્મિનસ-ઓખા સ્પેશિયલ દર બુધવારે બાંદ્રા ટર્મિનસથી 05:50 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22:50 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન 28 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે.
આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે.
આ ટ્રેનમાં એસી-2 ટાયર, એસી-3 ટાયર, એસી-3 ટાયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે.
ટ્રેન સંખ્યા 09561 અને 09562 નું બુકિંગ તમામ PRS કાઉન્ટરો અને IRCTCની વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.
