Loading...

Dahod: આગામી પંચાયત ચૂંટણીઓની તૈયારીઓ શરુ: કલેક્ટરની નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક

કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Thu 02 Apr 2026 04:26 PM (IST)Updated: Thu 02 Apr 2026 04:26 PM (IST)
dahod-panchayat-election-2026-preparation-nodal-officers-meeting-720284

Dahod: દાહોદમાં એપ્રિલ-2026માં યોજાનારી તાલુકા અને જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે વહીવટી તંત્રે તૈયારીઓ શરુ કરી દીધી છે. કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની મહત્વની સમીક્ષા બેઠકનું આયોજન થયું હતું.

બેઠકમાં તમામ પાસાઓ પર ચર્ચા

આ બેઠકમાં ચૂંટણી પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે 20થી વધુ પાસાઓની ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી.તેમજ એક્શન પ્લાન તૈયાર કરાયો હતો. કલેક્ટરે તમામ વિભાગોને જવાબદારી નિભાવવા સૂચના આપી હતી.

ચૂંટણીને લઈને રોડમેપ તૈયાર

કલેક્ટર યોગેશ નિરગુડેના જણાવ્યા મુજબ, આદર્શ આચારસંહિતાના અમલમાં કોઈ પણ પ્રકારનું શિથિલતાપણું ચલાવવામાં આવશે નહી. તેમજ EVM વ્યવસ્થાપન પર ભાર મૂકાયો હતો. વોટ બુથ પર પીવાના પાણી, વીજળી અને રેમ્પ જેવી આવશ્યક સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ મતદાનના દિવસે કોઈ અવરોધ ન આવે માટે યાતાયાત અને ચૂંટણી સામગ્રીના મેનેજમેન્ટ માટે રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો.

સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ઉમેદવારોના ખર્ચ પર નજર રાખવા માટે ચૂંટણી દરમિયાન વિશેષ ટીમોને તૈનાત કરવામાં આવશે. પોલીસ અધિક્ષકની હાજરીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા પોલીસ તંત્રને સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી હતી. જ્યારે SVEEP હેઠળ જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન વધારે તીવ્ર કરાશે. દિવ્યાંગ અને યુવા મતદારો વધુ મતદાન કરે તે માટે પ્રોત્સાહક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે

બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ હાજર
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ સહિત બીજા અધિકારીઓ હાજર રહ્યા હતા. જિલ્લા કલેક્ટર દ્વારા દરેક નોડલ અધિકારીઓને તાલીમ આયોજન, સ્ટાફ વેલ્ફેર તેમજ પોસ્ટલ બેલેટના છાપકામ જેવી જવાબદારીઓ પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે.