Loading...

Botad: સાળંગપુર ધામમાં કષ્ટભંજનદેવને જરદોશી વર્કના વાઘા અને ઓર્કિડ-ગુલાબનો શણગાર, ભક્તો ભાવવિભોર

વડતાલના ડૉ. સંતવલ્લભદાસ સ્વામી દ્વારા મંગળા આરતી અને પૂજારી સ્વામીએ દ્વારા શણગાર આરતી કરવામાં આવી. દાદાને સુખડી અને તાજા ફ્રૂટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 31 Jan 2026 07:39 PM (IST)Updated: Sat 31 Jan 2026 07:39 PM (IST)
botad-news-salangpur-dham-shree-kashtbhanjan-dev-hanuman-temple-witnesses-grand-divine-decoration-and-annakut-683188
HIGHLIGHTS
  • શનિવાર હોવાથી ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા

Botad: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ (Salangpur Dham) ખાતે આજે શનિવારના પવિત્ર દિવસે શ્રીકષ્ટભંજનદેવ (Kashtbhanjan Dev) હનુમાનજી મંદિરમાં (Hanuman Temple) ભક્તિ અને ભવ્યતાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી દાદાને અત્યંત મનોહર શણગાર અને અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો.

દિવ્ય શણગાર અને સુશોભન
આજના વિશેષ દિને શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ચાંદીનો મુગટ ધારણ કરાવવામાં આવ્યો હતો. આ સાથે જ જરદોશી વર્ક અને આકર્ષક ફૂલોની ડિઝાઇનવાળા કલાત્મક વાઘા પહેરાવી દાદાનું તેજસ્વી રૂપ શણગારાયું હતું. સમગ્ર ગર્ભગૃહને વિદેશી ઓર્કિડ અને લાલ ગુલાબના ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું, જેની સુંદરતા જોઈ ભક્તો ભાવવિભોર બન્યા હતા.

અન્નકૂટ અને આરતીનો લ્હાવો
મંદિરના વહીવટકર્તાઓ દ્વારા દાદાને ભાવપૂર્વક સુખડી અને તાજા ફ્રુટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. દિવસની શરૂઆત વહેલી સવારે 5:30 કલાકે મંગળા આરતીથી થઈ હતી, જે વડતાલના ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. જે બાદ સવારે 7 કલાકે પૂજારી સ્વામી દ્વારા ભવ્ય શણગાર આરતી સંપન્ન થઈ હતી.

ભક્તોની ભારે ભીડ
શનિવારનો દિવસ હોવાથી વહેલી સવારથી જ ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો દાદાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. હજારો ભક્તોએ કષ્ટભંજનદેવના દિવ્ય દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. મંદિરમાં ભક્તિમય વાતાવરણ અને 'જય કષ્ટભંજન'ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.