Botad: બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામમાં 14 વર્ષની માનસિક રીતે અસ્વસ્થ સગીરા પર ગેંગરેપની ચોંકાવનારી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ અને ફિટકારની લાગણી જોવા મળી રહી છે. સમાજને શરમાવે તેવી આ ઘટનામાં નવ જેટલા નરાધમોએ માસૂમ સગીરાની માનસિક સ્થિતિનો ગેરલાભ ઉઠાવી છેલ્લા છ મહિનાથી તેનું સતત શારીરિક શોષણ કર્યું હોવાનું બહાર આવ્યું છે.
પીડિત સગીરા માનસિક તકલીફના કારણે ઘણીવાર ઘરેથી નીકળી જતી હતી. આ સ્થિતિનો ફાયદો ઉઠાવી સ્થાનિક શખ્સોએ તેને પટાવી-ફોસલાવી અને ખોટી સહાનુભૂતિ દર્શાવી પોતાની જાળમાં ફસાવી હતી. ગત 23 માર્ચ, 2026 સુધી આ ક્રૂર કૃત્ય ચાલતું રહ્યું હતું. આ નરાધમો સગીરાને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ નરાધમતા આચરતા હતા.
આ અંગે બોટાદના DySP મહર્ષિ રાવલે વિગતો આપતા જણાવ્યું કે, ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગઢડા પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી હતી. પોલીસે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીની કલાકોમાં જ આઠ આરોપીઓને દબોચી લીધા છે.
ઝડપાયેલા આરોપીઓની યાદી ઘૂલી નાગરભાઈ રાઠોડ,અલ્પેશ મહેતા,સુરેશ નાગરભાઈ રાઠોડ,આકાશ પરમાર,શોયબ ચૌહાણ,અજય મારૂ,ઉર્વેશ ધોરપાડે, પીન્ટુભાઈ ભુપતભાઈ પઢીયાર સહિત નવ આરોપી ધરપકડ કરવામાં આવી છે.
હાલ તો પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ નવા કાયદા મુજબ ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 64(2)(i), 75(2), અને 70(2) (ગેંગરેપ અને ગંભીર અપરાધ).પોક્સો (POCSO) એક્ટ કલમ 3(a), 4, 5(g), 7, 8, 9, 11(6), અને 17. ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
