LPG tanker Symi arrives at Kandla Port: ભારતના ઉર્જા સપ્લાયને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે માર્શલ આઈલેન્ડનો ફ્લેગ ધરાવતું સિમી નામનું ટેન્કર અંદાજે 20,000 ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (પ્રવાહી પ્રોપેન અને બ્યુટેન) લઈને કંડલાના દીનદયાળ પોર્ટ પર સુરક્ષિત રીતે લાંગર્યું છે.
LPG ટેન્કર જહાજ 'સિમી' કંડલા પહોંચ્યું
માર્શલ આઈલેન્ડ ફ્લેગ્ડ 'સિમી' (Symi) ટેન્કર અંદાજે 20,000 ટન LPG સાથે કચ્છ જિલ્લાના કંડલાના દીનદયાળ પોર્ટ પર સુરક્ષિત પહોંચ્યું છે. આપને જણાવી દઈએ કે, આ જહાજમાં કુલ 21 ક્રૂ મેમ્બર્સ સવાર છે, જેમાં 8 યુક્રેનિયન અને 13 ફિલિપિનો નાગરિકોનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, વર્તમાન મોનિટરિંગ ઓપરેશન હેઠળ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પસાર કરનાર 'સિમી' 11મું એલપીજી ટેન્કર હતું. આ જહાજે ગત 13 મેના રોજ વૈશ્વિક ઊર્જા સપ્લાય માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝ સામુદ્રધુની (Strait of Hormuz) પાસ કરી હતી.
#WATCH | Kachchh, Gujarat: The Marshall Islands-flagged tanker Symi carrying approx 20,000 tonnes of LPG arrives at the Kandla Port.
Symi crossed the Strait of Hormuz on May 13. pic.twitter.com/s6GboC1T4V
ભારતના LPG જહાજોની સુરક્ષિત મુસાફરી
આ અગાઉ, ભારત આવતું 15મું LPG જહાજ 'MV સનશાઈન' પણ પર્શિયન ગલ્ફમાંથી ભારતીય નૌકાદળ અને અન્ય એજન્સીઓની મદદથી સુરક્ષિત રીતે ભારત તરફ આગળ વધી રહ્યું હોવાના અહેવાલ હતા. આ તમામ જહાજોની સુરક્ષિત મુસાફરી DG શિપિંગ, વિદેશ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય અને પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સંકલનથી શક્ય બની છે.
આ પણ વાંચો: Mundra port: મુન્દ્રા પોર્ટ પર ઝડપાયું 200 કિલો ડ્રગ્સ, ઊનની આડમાં છુપાવેલું; દિલ્હી કનેક્શન ખુલ્યું
ભારતનું ક્રૂડ રિઝર્વ ઘટ્યું, કેટલો જથ્થો ઉપલબ્ધ?
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે વૈશ્વિક ઊર્જા સપ્લાય પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. છેલ્લા 75 દિવસથી હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા ટ્રાફિકમાં અડચણ ઊભી થવાને કારણે ભારતના ક્રૂડ ઓઇલ રિઝર્વમાં લગભગ 15 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. એક ડેટા મુજબ, ફેબ્રુઆરીના અંતમાં ભારતનું કુલ ક્રૂડ સ્ટોકપાઈલ 107 મિલિયન બેરલ હતું, જે હવે ઘટીને 91 મિલિયન બેરલ થઈ ગયું છે.
હાલમાં ભારત દરરોજ 5 મિલિયન બેરલ ક્રૂડનો વપરાશ કરે છે, તે ગણતરી મુજબ ભારત પાસે હવે માત્ર 18 દિવસની માંગને પહોંચી વળાય તેટલો જ ક્રૂડ ઇન્વેન્ટરીનો જથ્થો ઉપલબ્ધ છે. માત્ર ભારત જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ માર્ચ મહિનામાં તેલના ભંડારમાં 129 મિલિયન બેરલ અને એપ્રિલમાં વધુ 117 મિલિયન બેરલનો ઘટાડો નોંધાયો છે.
