Bhuj News: પશ્ચિમ કચ્છના દરિયાકાંઠેથી ફરી મળ્યા શંકાસ્પદ પેકેટો: BSFએ 11 બિનવારસી પેકેટ જપ્ત કર્યા

પેકેટો પર "અરેબિક પ્રોડક્ટ" અને "ખાલીજ પ્રોડક્ટ" લખેલું જોવા મળ્યું છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 24 May 2026 03:03 PM (IST)Updated: Sun, 24 May 2026 03:03 PM (IST)
bhuj-news-suspicious-packets-found-again-on-west-kutch-coast-bsf-seizes-11-packets

Bhuj News: પશ્ચિમ કચ્છના દરિયાકાંઠેથી શંકાસ્પદ અને બિનવારસી વસ્તુઓ મળવાનો સિલસિલો યથાવત છે. શનિવારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા હાથ ધરવામાં આવેલા એક વિશેષ સર્ચ ઓપરેશન દરમિયાન દરિયાકાંઠેથી વધુ 11 શંકાસ્પદ બિનવારસી પેકેટ મળી આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, BSF ની ટીમે પશ્ચિમ કચ્છના ઈબ્રાહીમ બેટ વિસ્તારમાંથી આ 11 લાવારિસ પેકેટો જપ્ત કર્યા છે. પ્રાથમિક તપાસમાં જપ્ત કરવામાં આવેલા આ પેકેટો પર વિદેશી માર્કિંગ જોવા મળ્યું છે. જેમાંથી એક પેકેટ પર "અરેબિક પ્રોડક્ટ" અને અન્ય પેકેટો પર "ખાલીજ પ્રોડક્ટ" એવું લખાણ લખેલું છે. આ પેકેટોમાં નશીલો પદાર્થ (ડ્રગ્સ) હોવાની પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ કચ્છનો આ દરિયાઈ વિસ્તાર અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે અને ભૂતકાળમાં પણ આ જ વિસ્તારમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ અને અન્ય શંકાસ્પદ બિનવારસી પેકેટો મળી ચૂક્યા છે. પાકિસ્તાન તરફથી દરિયાઈ માર્ગે આવતા આ પેકેટો તણાઈને ભારતીય સીમામાં આવી જતા હોય છે.