Western Railway: પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને વધુ સારી પરિવહન સેવાઓ પૂરી પાડવાના હેતુથી મીટર ગેજ (MG) સેક્શનમાં કુલ 8 ટ્રેનોનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવી રહ્યું છે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને આ સુવિધાઓનો મહત્તમ લાભ ઉઠાવવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
મુસાફરોની સુવિધા માટે લેવાયેલો નિર્ણય
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, સ્થાનિક કનેક્ટિવિટીને મજબૂત કરવા માટે વેરાવળ, જૂનાગઢ, દેલવાડા અને ચાલાળા જેવા મહત્વના સ્ટેશનો વચ્ચે આ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.
ટ્રેનોની સમયસારણી પર એક નજરે
| ટ્રેન નંબર | રૂટ (ક્યાંથી ક્યાં) | પ્રસ્થાન સમય | આગમન સમય |
| 52949 | વેરાવળ - દેલવાડા | 14:00 | 17:40 |
| 52955 | વેરાવળ - જૂનાગઢ | 06:15 | 10:20 |
| 52946 | જૂનાગઢ - વેરાવળ | 06:15 | 10:20 |
| 52952 | જૂનાગઢ - દેલવાડા | 08:00 | 14:40 |
| 9595 | જૂનાગઢ - ચાલાળા (સ્પેશિયલ) | 11:30 | 14:50 |
| 52950 | દેલવાડા - વેરાવળ | 07:50 | 11:10 |
| 52951 | દેલવાડા - જૂનાગઢ | 11:00 | 17:25 |
| 9596 | ચાલાળા - જૂનાગઢ (સ્પેશિયલ) | 15:20 | 18:45 |
