Farmer Protest: ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોની મંજૂરી વિના તેમના ખેતરમાં વીજ થાંભલાઓ નાખવાથી તેમને થઈ રહેલા નુકસાન અને વળતરને લઈને ખેડૂતોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોને ટેકો આપતા સમગ્ર ખેડૂત આંદોલને રાજકીય રંગ પકડ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે, ત્યારે વિવાદિત યુ-ટ્યુબર કીર્તિ પટેલે ખેડૂત આંદોલનને પોતાનો ટેકો જાહેર કર્યો છે.
કીર્તિ પટેલે કૃષિ મંત્રીને 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું
આજે કીર્તિ પટેલે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીના ભાવનગર સ્થિત કાર્યાલય પર પહોંચી હતી. જ્યાં તેણે 15 દિવસનું અલ્ટીમેટમ આપતા જણાવ્યું કે, જો કૃષિ મંત્રી 15 દિવસમાં ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવી દેશે તો હું તેમના પગ ધોઈને પાણી પીશ.
મેઘરાજાનું કાઉન્ટડાઉન શરૂ! અરબ સાગરમાં કરંટ આવતા ચોમાસું વેગ પકડશે, 20 જૂન સુધી ગુજરાતમાં દસ્તક દેશે
જીતુ વાઘાણી પણ એક ખેડૂત પુત્ર હોવાથી તેમના પર પુરો વિશ્વાસ છે કે, તેઓ ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવીને રહેશે. જો 15 દિવસમાં ખેડૂતોની માંગણીઓ નહીં સંતોષાય અને તેમને યોગ્ય વળતર અંગે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે, તો તેઓ સોશિયલ મીડિયાના સ્ટાર્સ સહિત ગુજરાતના યુવાનોને સાથે લઈને રજૂઆત કરશે. અમારે કોઈ જશ નથી જોઈતો. અમે માત્ર ખેડૂતોનું ભલું જ ઈચ્છીએ છીએ. આથી જો જરૂર પડશે, તો જીતુ વાઘાણીના પગ પકડીને પણ ખેડૂતોને ન્યાય માટે વિનંતી કરીશું.
કીર્તિ પટેલે રાજકીય પાર્ટીઓને આડેહાથ લીધી
કીર્તિ પટેલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીઓને આડેહાથ લેતા જણાવ્યું કે, અત્યાર સુધી રાજકીય પાર્ટીઓ ખેડૂતોના મુદ્દે પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા હતા. જ્યારે ખેડૂતો માર ખાઈ રહ્યા હતા. જો કે હવે ગુજરાતના યુવાનો જાગી ગયા છે અને ખેડૂતોને તેમનો હક્ક નહીં મળે, ત્યાં સુધી અમારી લડત ચાલું રહશે.
