Loading...

Bhavnagar: મણાર ગામમાં મહિલા તબીબે ગળેફાંસો ખાધો, પિતાએ મોત પર શંકા વ્યક્ત કરતાં કહ્યું- 'મારી દીકરી કદી આપઘાત ના કરે'

આજે દીકરીનો ફોન આવ્યો, ત્યારે તેને આવી જવા જણાવ્યું હતુ. જો કે બે કલાક બાદ સાસરિયાઓએ ફોન કરી તળાજા હોસ્પિટલ બોલાવ્યા, ત્યાં જઈને જોતાં દીકરીની લાશ પડી હતી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 02 Apr 2026 10:20 PM (IST)Updated: Thu 02 Apr 2026 10:20 PM (IST)
bhavnagar-news-lady-doctor-found-dead-in-manar-village-family-suspects-foul-play-720504
HIGHLIGHTS
  • ડૉ. મીનાબેને પુત્રના અભ્યાસ ખાતર સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધુ હતુ

Bhavnagar: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પોલીસ મથક હેઠળ આવતા મણાર ગામમાં આજે બપોરના સમયે એક મહિલા તબીબે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જો કે તબીબના પિતાએ મોતને લઈને શંકા વ્યક્ત કરતાં મામલતદારની હાજરીમાં પોલીસને ઈન્ક્વેસ્ટ (બોડી ચેક) કરવાની ફરજ પડી હતી.

પાલિતાણા ના જમણવાવ ગામે પિયર ધરાવતા ડોકટર મીનાબેન વિજયભાઈ મારું (32)ના લગ્ન મણાર ગામના મનુભાઈ શામજીભાઈ ના દીકરા વિજયભાઈ સાથે સાતેક વર્ષ પહેલાં થયા હતા.લગ્ન જીવન દરમિયાન એક પુત્ર છે, જે આજે અંદાજીત ચારેક વર્ષનો છે.

કોરોના કાળ દરમિયાન કચ્છના નારાયણ સરોવર ખાતે સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવ્યા બાદ તેઓને ટીંબી ખાતે મેડિકલ ઓફિસર તરીકે મૂકવામાં આવ્યા હતા.જો કે પુત્રની કેળવણી માટે સરકારી વિભાગમાંથી ડોકટર તરીકેની ફરજમાંથી રાજીનામું આપ્યું હતું.

આજે ડોકટર મહિલા મીનાબેનએ ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. મૃતકને પી.એમ માટે તળાજા ની રેફરલ હોસ્પિટલમાં લાવવામા આવ્યા હતા.
અહીં મૃતક મીનાબેનના પિતાએ મોતને લઈ શંકા વ્યક્ત કરી હતી.જેને લઈ પોલીસે ના. મામલતદાર ની રૂબરૂ ઇન્કવેસ્ટ ભરી બોડી ઉપર ગળેફાંસો ખાધા સિવાયના અન્ય કોઈ નિશાન છેકે કેમ તે સહિત ની ન્યાયિક કાર્યવાહી માટે જરૂરી નોંધ કરી હતી. જે બાદ લાશને પેનલ પી. એમ માટે સાંજે ભાવનગર લઈ જવામાં આવી હતી. પી. એમ રિપોર્ટ બાદ મોત નું કારણ જાણવા મળશે.

મારી ડોકટર દીકરી આત્મ હત્યા ન કરી શકે: પિતા
મૃતક મીનાબેનના પિતા પ્રવિણભાઈ દેવજીભાઈએ જણાવ્યું કે, મણાર ગામે જ્યાં સાસરિયા મા રહેતી હતી ત્યાં નજીકમાંજ રહેતા અન્ય સગાઓ ને લઈ કંકાસ રહેતો હતો. સરકારી હોસ્પિટલમાં ડોકટર તરીકે ફરજ બજાવતા હોય તેમાંથી પણ તેઓએ રાજીનામું આપ્યુ હતું એ બાબત ને લઈને પણ અમોએ તેમના ઘરનો મામલો છે તેમ કહ્યું હતું.

આજે બપોરે ફોન આવ્યો હતો. દીકરો નાનો હોય સવારે તડકો ન હોય આવવા કહ્યું હતુ. જો કે બે કલાક પછી તેમના સાસરિયા પક્ષેથી ફોન આવે છેકે તળાજા હોસ્પિટલમા આવો. અમે ગયા તો પી.એમ રૂમમાં દીકરીની લાશ પડી હતી. મારી દીકરી અણસમજુ ન હતી, એ ડોકટર હતી. મેડિકલ ઓફિસર તરીકે અનુભવ હતો. તે ગળેફાંસો ખાઈ આત્મહત્યા ન કરે. અમોને શંકા છે. અમોને ન્યાય જોઈએ છીએ.

ગોંડલના ડેમમાં ડૂબી જતાં શાપરના યુવકનું મોત, 18 કલાકે મૃતદેહ મળ્યો

ગઈકાલે બપોરે લગભગ 3.30 વાગ્યે, શાપર-વેરાવળના ગોવિંદનગર શેરી નંબર-9 માં રહેતા ભરત ઈશ્વરભાઈ રાઠોડ અને તેનો મિત્ર ભરત ડાયાભાઈ રાઠોડ ગોંડલના વેરી પીર પાસે ડેમમાં ન્હાવા ગયા હતા. ન્હાતી વખતે ભરત ઈશ્વરભાઈ રાઠોડ ટ્યુબ લઈને પાણીમાં ઉતર્યો હતો.

પાણીની વચ્ચે તે ટ્યુબમાં ઊભો થવા જતાં અચાનક ટ્યુબ ઊંધી વળી ગઈ હતી. ટ્યુબ પલટાઈ જતાં ભરત ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો, ત્યાં હાજર અન્ય યુવકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાણીની ઊંડાઈ વધુ હોવાથી ભરતનો હાથ છૂટી ગયો અને તે લાપતા થયો.

આ ઘટનાની જાણ થતાં જ કોટડા સાંગાણી 108ની ટીમ અને ગોંડલ નગરપાલિકાના ફાયર ફાઈટરો સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયર વિભાગના તરવૈયાઓએ આધુનિક સાધનોની મદદથી શોધખોળ શરૂ કરી. સેન્સર કેમેરા, લોખંડના હૂક (મીંદળી) અને રેસ્ક્યુ બોટ (હુડકું) જેવા સાધનોનો ઉપયોગ કરીને તળાવના ઊંડા પાણીમાં સતત 18 કલાક સુધી શોધખોળ ચાલી હતી. આખરે ફાયર ટીમે યુવાનનો મૃતદેહ શોધી કાઢ્યો.

મૃતક ભરતનો પરિવાર અગાઉ શાપરમાં મજૂરી કરતો હતો અને બે વર્ષ પહેલાં અમદાવાદ સ્થાયી થયો હતો. એક મહિના પહેલાં જ તેઓ ફરી શાપર રહેવા આવ્યા હતા. ભરત બે ભાઈઓમાં નાનો હતો અને તેના પરિવારમાં માતા, એક મોટી બહેન અને ભાઈનો સમાવેશ થાય છે. આ ઘટનાથી શાપરના ગોવિંદનગર વિસ્તારમાં શોક વ્યાપી ગયો છે. યુવાનના મૃતદેહને બહાર કાઢીને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.