ભાવનગર-અમદાવાદ હાઈવે પર કરુણ અકસ્માતમાં એક શ્રદ્ધાળુ મોતને ભેટ્યો છે. મળતી માહિતી મુજબ, આણંદના કંકાપુરા ગામથી ભાવનગરના રાજપરા ખોડિયાર મંદિરે જતાં સંઘમાં જોડાયેલા શ્રદ્ધાળુનું અકસ્માતમાં મોત થયું છે.
ભાલના સનેસ ગામ નજીક અજાણ્યા ટ્રક ચાલકે યુવકને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું.દુર્ઘટના સર્જીને ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. સનેસ પોલીસે વધુ તપાસ હાથ ઘરી છે.
શ્રદ્ધાળુને ટ્રકે અડફેટે લેતાં મોત
પ્રાપ્ત વિગતો મુજબ, આજરોજ સવારના સમયે ભાવનગર-અમદાવાદ હાઈવે પર કરુણ બનાવ બન્યો છે. આણંદ જિલ્લાના કંકાપુરા ગામથી ભાવનગરના રાજપરા ખોડિયાર મંદિરે જઈ રહેલા સંઘમાં જોડાયેલા યુવક દિનેશ પરમારનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે.
ટ્રક ચાલક ફરાર થયો
ભાવનગરના ભાલ પંથકમાં આવેલા સનેસ ગામે પગપાળા ચાલીને જતાં યુવક દિનેશ પરમાર ઉ.વ. 31ને અજાણ્યા ટ્રક ચાલકે જીવલેણ ટક્કર મારી હતી. જેમાં બનાવ બાદ ટ્રક ચાલક ટ્રક સાથે નાસી ગયો હતો.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
યુવકના મૃતદેહને પીએમ માટે વરતેજ સીએચસી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.ઘટનાની જાણ થતાં સનેસ પોલીસ તરત જ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને ફરાર ટ્રક ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
