Bhavnagar: ગત વર્ષના અંતમાં બગદાણાના કોળી યુવક પર પર જીવલેણ હુમલાનો મામલો સમગ્ર ગુજરાતમાં ટૉક ઑફ ધી ટાઉન બન્યો હતો. આ મામલે ભોગ બનનાર કોળી યુવક નવનીત બાલધિયા હવે રાજકીય ઈનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યા છે. આજે નવનીત બાલધિયાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કરીને વિધિવત પાર્ટીમાં જોડાઈ ગયા છે.
મને ન્યાય નથી મળ્યો, કોંગ્રેસ કહેશે તો ચૂંટણી પણ લડીશ
કોંગ્રેસમાં જોડાતાની સાથે જ નવનીત બાલધિયાએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ અંગે બાલધિયાએ જણાવ્યું કે, ભાજપના ત્રાસથી જ હું કોંગ્રેસમાં જોડાયો છે. મારા કેસમાં જે DySp હતા, તેમને અન્ય જગ્યાનો ચાર્જ આપી દીધો છે.
આ પણ વાંચો
પોતાની સાથે અન્યાય થયો હોવાનો દાવો કરતાં નવનીત બાલધિયાએ જણાવ્યું કે, જો કોંગ્રેસ મોવડીમંડળ કહેશે, તો પોતે ચૂંટણી પણ લડશે. એવામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ તેમને ટિકિટ આપીને ચૂંટણીના મેદાનમાં ઉતારે તો નવાઈ નહીં.
કોળી સમાજ ન્યાય માટે આગળ આવતા માયાભાઈ આહીરના પુત્ર જયરાજની ધરપકડ કરાઈ
હકીકતમાં ગત વર્ષે માયાભાઈ આહીરે મુંબઈના ડાયરામાં બગદાણા આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટીનો ઉલ્લેખ કર્યો હતો. જે બાદ બગદાણા આશ્રમના સેવક નવનીત બાલધિયાએ સ્પષ્ટતા કરતા માયાભાઈએ પોતાની ભૂલ થઈ હોવાનો સ્વીકાર કરીને વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. જે બાબતનો ખાર રાખીને માયભાઈના પુત્ર જયરાજ આહીર પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ પોલીસ સામે પણ સવાલો ઉઠ્યા હતા.
જે બાદ કોળી સમાજના ધારાસભ્યો, સાંસદ અને મંત્રીઓ ગાંધીનગર જઈ મુખ્યમંત્રીને રજૂઆત કરતાં સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી. જે બાદ માયા આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ કરીને તેને જેલમાં ધકેલવામાં આવ્યો હતો.
