Bagdana Assault Case: સીટ સમક્ષ નિવેદન નોંધાવ્યા બાદ જયરાજ આહીરે મીડિયા સમક્ષ મહત્વનું નિવેદન આપ્યું છે, જે બગદાણા વિવાદમાં તેમની સ્થિતિને સ્પષ્ટ કરે છે. જયરાજ આહીરે કહ્યું હતું કે તેઓએ SIT દ્વારા પૂછાયેલા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે. તપાસ પર મને પૂરો ભરોસો છે, જ્યારે બોલાવશે ત્યારે હાજર થઈશ.
જયરાજ આહીરની SIT દ્વારા સાડા ત્રણ કલાક પુછપરછ ચાલી હતી. જેમાં તેઓ રેન્જ IG ઓફિસમાં હાજર થયા હતા. તેઓએ સ્પષ્ટ કર્યું કે તેઓ તપાસમાં સહયોગ આપવા તૈયાર છે અને કોઈપણ સમયે બોલાવવામાં આવે તો હાજર થશે.
આ સાથે જ ઘટનાની તપાસ ચાલુ છે, અને જયરાજ આહીરે પોતાની નિર્દોષતા પર ભાર મૂક્યો છે. આ નિવેદનથી તેઓનો આત્મવિશ્વાસ અને તપાસ પ્રત્યેનો સહયોગ જોવા મળે છે. સીટ દ્વારા રાયેલી પુછપરછ બાદ તેઓ જ્યારે બહાર આવ્યા ત્યારે તેઓની બોડીલેંગ્વેજ આત્મવિશ્વાસથી ભરેલી જણાતી હતી. તેમના હાવભાવમાં પણ કોઈ ફરક જણાઈ રહ્યો ન હતો. આ બોડીલેંગ્વેજ પોતે નિર્દોષ હોવાની વાત જણાવી રહી હતી.
આ પણ વાંચો
આ મામલો ભાવનગર જિલ્લાના બગદાણા આશ્રમ સાથે જોડાયેલો છે, જ્યાં નવનીત બાલધિયા પર હુમલાના આરોપોમાં જયરાજ આહીરનું નામ આવ્યું હતું, પરંતુ તેઓએ તેને નકારીને તપાસને સમર્થન આપ્યું છે. આ કેસમાં સીટની ટીમ દ્વારા જયરાજ આહીરની પુછપરછ બાદ વધુ બે આરોપીની ધરપકડ થતા કેસમાં નવો વળાંક આવી શકે છે.
