Cash payments at toll plazas: અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે નં 48 ઉપર આવેલા ટોલ પ્લાઝા પર રોકડ ચુકવણી બંધ કરવામાં આવી છે. ત્યારે વાસદ અને ખેડા ટોલના લાયઝન મેનેજર અને ટોલ મેનેજરના જણાવ્યા મુજબ, ટોલ પરથી પસાર થવા માટે ગાડી ચાલકો જરુરી પુરાવાઓ ડુપ્લિકેટ બતાવવાનો પ્રયાસ કરે છે. NHAIના પરિપત્ર મુજબ, ટોલ પ્લાઝામાં સરકારી હોદ્દેદારો અથવા સંબંધિત વાહનોને મુક્તિ આપવામાં આવી છે. જેઓ ફાસ્ટેગથી ચૂકવણી કરી શકે છે.
નકલી દસ્તાવેજો રજૂ કરનાર સામે કાર્યવાહી
ગાડીચાલક ખોટા દસ્તાવેજ જેવા કે, ગાડીની RC બુક, બીજી વ્યક્તિનું આધાર કાર્ડ અથવા કોઈ રહેઠાણ પ્રુફ પ્લાઝા પર રજૂ કરે છે. જો ડોક્યુમેન્ટ ખોટો કે નકલી સાબિત થાય. તો તેને તુરંત તેની માહિતી પોલીસમાં આપતા તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જૂના રેકોર્ડ મુજબ ટોલને થયેલા નુકસાનની ભરપાઈ/વસૂલાત જે તે વાહનના વર્ગવાર અને દર મુજબ કરવામાં આવશે. જેથી ભારત સરકાર ના રાજસ્વમાં નુકસાન થતું અટકાવી શકાય.
UPIથી ટોલ પર પેમેન્ટ વસૂલાશે
વધુમાં ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગને આદેશ આપવામાં આવ્યો છે. જે મુજબ આગામી 01 એપ્રિલ 2026થી ટોલ પ્લાઝા પર રોકડ ચૂકવણી કરવાનું બંધ કરી દેવામાં આવશે. જો જેમતે ગાડીએ ટોલ પ્લાઝા પરથી પસાર થવું હોય તો FASTag, ગૂગલ પે, ફોન પે જેવી UPI એપ્લિકેશનથી જ પેમેન્ટ કરવું પડશે. વાસદ અને ખેડા ટોલનાં લાયઝન મેનેજર અને ટોલ મેનેજરે જણાવ્યું કે, પોલીસ સ્ટેશનમાં પણ આ બાબતે પત્ર રજૂ કર્યો છે.
