Amreli: વડિયામાં ખેતરે જવાનો રસ્તો બંધ કરાતા હતાશ ખેડૂતે કરી આત્મહત્યા, વીડિયો વાયરલ

અમરેલીના વડિયામાં ખેતરે જવાનો રસ્તો બંધ થતાં હતાશ ખેડૂત મનસુખભાઈ સોજત્રાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 14 Jun 2026 10:47 AM (IST)Updated: Sun, 14 Jun 2026 10:47 AM (IST)
amreli-news-vadiya-farmer-suicide-road-block-issue-viral-video

Amreli News: અમરેલી જિલ્લાના વડિયામાં ખેડૂતે આપઘાત કરી લીધાની કરુણ ઘટના સામે આવી છે. વડીયામાં ખેતર તરફ જવાનો રસ્તો બંધ કરી દેતા આર્થિક અને માનસિક રીતે હતાશ થયેલા ખેડૂતે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. તે પહેલા તેમણે એક વીડિયો ઉતારીને પોતાની વ્યથા ઠાલવી હતી. ઝેરી દવા પીધા બાદ તબિયત લથડતા તાત્કાલિક ગોંડલ ખાતે સારવાર માટે ખસેડાયા, પરંતુ સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત થયું હતું.

ખેડૂતે આપઘાત કરીને વીડિયો બનાવ્યો

મળતી માહિતી મુજબ, વડિયામાં ખેડૂત મનસુખભાઈ સોજત્રાના ખેતરે જવાનો રસ્તો કેટલાક લોકોએ બંધ કરી દીધો હતો. આથી ખેડૂતે એક વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જેમાં તેમણે ચાર લોકોના નામ જાહેર કર્યા હતા. ખેડૂતના મોત બાદ તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને પરિવારના લોકો રાત્રિના સમયે આશરે 9 વાગ્યે વડિયા પોલીસ મથકે લઈ પહોંચી ગયા હતા.

વીડિયોમાં વર્ણવી પોતાની વ્યથા

વીડિયોમાં ખેડૂત રડતી હાલતમાં પોતાની આપવીતી વર્ણવી રહ્યા હતા. જેમાં રસ્તો બંધ કરી દિધાનો અને તેમને માનસિક ત્રાસ આપ્યાનો ઉલ્લેખ કર્યો. ખેડૂતના પરિવારજનોએ મૃતદેહને પોલીસ મથકમાં લઈ જઈને ન્યાયની માંગણી કરી હતી.

મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઈનકાર

ઘટનાની ગંભીરતાને પગલે ડિવાયએસપી અને પોલીસનો કાફલો રાત્રે જ વડિયા પોલીસ મથકમાં દોડી આવ્યો હતો. તેમજ પરિવારજનોએ શબ સ્વીકારવાનો ઈનકાર કરીને જવાબદારો સામે કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી માંગણી કરી છે.