Loading...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે યુવા કોંગ્રેસની તૈયારીઃ સક્રિય હોદ્દેદારોને ઉતારાશે મેદાનમાં, ઇલેક્શન માટે ટ્રેનિંગ અપાશે

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પ્રવિણસિંહ વણોલે જણાવ્યું હતું કે, તમામ જિલ્લા સ્તરે યુવા કોંગ્રેસની કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 15 Jan 2026 06:52 PM (IST)Updated: Thu 15 Jan 2026 06:52 PM (IST)
youth-congress-gears-up-for-gujarat-local-body-elections-train-candidates-hold-district-meets-674574

Ahmedabad News: ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા આજ રોજ અમદાવાદ સ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતેથી આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓનો રોડમેપ જાહેર કરવામાં આવ્યો હતો. ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ નિખિલ દ્રિવેદી અને પ્રદેશ પ્રમુખ પ્રવીણસિંહ વણોલે માહિતી આપતા જણાવ્યું હતું કે, યુવા કોંગ્રેસ મતદારો સુધી પહોંચવા, ચૂંટણી લડનાર ઉમેદવારોને તાલીમ આપવા અને યુવાનોના પ્રશ્નોને લઈને ગુજરાત સરકારને ઘેરવા માટે જિલ્લા સ્તરે કારોબારી બેઠકોનું આયોજન કરશે.

આ પ્રસંગે ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ નિખિલ દ્રિવેદીએ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ આગામી સમયની રણનીતિ લઈને માહિતી આપી હતી કે, ગુજરાતમાં અનેક લોકો સમસ્યામાં છે અને ખાસ કરીને યુવાનો પાસે નોકરી નથી તો આવનાર સમયમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ બેરોજગારી જેવી યુવાનોની સમસ્યાને લઈને લડત લડશે. ગુજરાત યુવા કોંગ્રેસ પોતાનો ત્રણ મહિનાનો રોડ મેપ પણ તૈયાર કર્યો છે. સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તો યુવા કોંગ્રેસમાંથી જે હોદેદારો લડવા માંગે છે તેના નામ મંગાવીને સ્પેશિયલ ટ્રેનિંગ પણ આપવામાં આવશે.

વધુમાં તેઓ કહ્યું હતું કે 20 ટકા યુવાનોને સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીમાં ટિકિટ મળે તે માટે નક્કી કરવામાં આવ્યું છે તેને ડેટા પણ એકત્રિત કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસની નવી કારોબારીની રચના થઈ ગઈ છે અને હવે જાન્યુઆરી-16 થઈ લઈને 3 ફેબ્રઆરી સુધી તમામ જિલ્લાની કારોબારી મિટિંગ યોજવામાં આવશે.

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ પ્રવિણસિંહ વણોલે જણાવ્યું હતું કે ગુજરાતની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં બેરોજગારીનું સ્તર છે. યુવાનો પાસે ડિગ્રી છે પણ નોકરી નથી, આજે મોંઘવારીનું પ્રમાણ ખૂબ જ છે. ગુજરાતમાં અસંખ્ય યુવા ફિકસ વેતનમાં કામ કરી રહ્યા છે, કોન્ટ્રાક્ટ કર્મચારી સમાન હકો પણ મળતા નથી. તેઓના પગાર ધોરણ ખૂબ જ નીચા છે તેના લીધે ઘર ચલાવવા ખૂબ જ મુશ્કેલી પડે છે, આવી વિવિધ સમસ્યાઓને લઈને સરકારને ઘેરવામાં આવશે.

વધુમાં તેઓ જણાવ્યું હતું કે આગામી સમય સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ આવે છે તમામ તૈયારી યૂથ કોંગ્રેસ કરી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી લડવા માંગતા યુવાનોને ટ્રેનિંગ પણ આપવામાં આવેશ. યુવા કોંગ્રેસના ઝોન સ્તરે પ્રભારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે જેમાં 16 જાન્યુઆરીથી લઈને 3 ફેબ્રુઆરી સુધી સૌરાષ્ટ્ર ઝોનની મિટિંગ યોજવામાં આવશે. 16 જાન્યુઆરીથી લઈને 27 જાન્યુઆરી સુધી ઉત્તર ઝોનની મિટિંગ યોજવામાં આવશે. 16 જાન્યુઆરી થી લઈને 30 જાન્યુઆરી સુધી મધ્ય ઝોન અને 16 જાન્યુઆરી લઈને 30 જાન્યુઆરી સુધી સાઉથ ઝોન તથા 28 જાન્યુઆરીથી લઈને 31 જાન્યુઆરી સુધી કચ્છ ઝોનની મિટિંગ યોજવામાં આવશે.

આ પ્રસંગે ભારતીય યુવા કોંગ્રેસ સહ સચિવ અને ગુજરાત યુવા કોંગ્રેસના સહ પ્રભારી અંજના બૈરવા અને ચંદ્રકલા નાગોરી, ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ સંજય નિનામા, ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મીડિયા વિભાગના ચેરમેન મુકેશ આંજણા અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય પ્રવીણ નકુમ ઉપસ્થિત રહ્યા હતા.