Loading...

Becharaji Nagarpalika Election: બેચરાજી નગરપાલિકામાં કયા વોર્ડમાં કેટલી અનામત બેઠકોની ફાળવણી? જાણો વિગતવાર

વર્ગવાર અનામત બેઠકોની વિગતો જોઇએ તો અનુસૂચિત જાતિ (SC) માટે 1 બેઠક અને પછાતવર્ગ (OBC) માટે 6 બેઠકો, જેમાં 3 મહિલા અનામતનો સમાવેશ થાય છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 11 Jan 2026 06:38 PM (IST)Updated: Sun 11 Jan 2026 06:38 PM (IST)
becharaji-nagarpalika-election-2026-ward-wise-seat-reservations-announced-672351

Becharaji Nagarpalika Election: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે મહેસાણા જિલ્લાની બેચરાજી નગરપાલિકા(Becharaji Nagarpalika) માટે વોર્ડ સીમાંકન અને અનામત બેઠકોની અંતિમ ફાળવણી જાહેર કરી છે. આ નિર્ણય આગામી સામાન્ય ચૂંટણીઓ(Gujarat Local Body Election)માં લાગુ પડશે. વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ, બેચરાજી નગરપાલિકા(Becharaji Nagarpalika Election)ની કુલ વસતી 12574 છે. આ નગરપાલિકામાં કુલ 6 વોર્ડ અને 24 બેઠકો નક્કી કરવામાં આવી છે. આ બેઠકોમાંથી કુલ 12 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. કુલ 24 બેઠકો પૈકી 16 બેઠકો વિવિધ અનામત વર્ગો માટે નિર્ધારિત કરાઈ છે, જ્યારે 8 બેઠકો સામાન્ય (બિનઅનામત) રહેશે.

વર્ગવાર અનામત બેઠકોની વિગતો જોઇએ તો અનુસૂચિત જાતિ (SC) માટે 1 બેઠક અને પછાતવર્ગ (OBC) માટે 6 બેઠકો, જેમાં 3 મહિલા અનામતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 8 બેઠકો સામાન્ય (બિનઅનામત) રાખવામાં આવી છે. કુલ મળીને, 16 બેઠકો વિવિધ વર્ગો અને મહિલાઓ માટે અનામત કરાઈ છે. આગામી સામાન્ય ચૂંટણીઓ આ નવા સીમાંકન અને અનામત બેઠકોના આધારે યોજાશે.

બેચરાજી નગરપાલિકામાં કુલ કેટલા વોર્ડ અને કેટલી બેઠકો

બેચરાજી નગરપાલિકામાં કયા વોર્ડમાં કેટલી અનામત બેઠકો

કુલ વસતી (2011 પ્રમાણે)12574
કુલ વોર્ડની સંખ્યા6
બેઠકોની સંખ્યા24
કુલ સ્ત્રી બેઠકો12
અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોની સંખ્યા1
અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠકોની સંખ્યા0
પછાતવર્ગ માટે અનામત બેઠકોની સંખ્યા6 (3 મહિલા અનામત)
કુલ અનામત બેઠકો16
સામાન્ય બેઠકો8

વોર્ડ નંવોર્ડની વસતીપ્રથમ બેઠક (મહિલા અનામત)બીજી બેઠક (મહિલા અનામત)ત્રીજી બેઠકચોથી બેઠક
12197પછાતવર્ગસામાન્યસામાન્યસામાન્ય
22457સામાન્યસામાન્યપછાતવર્ગસામાન્ય
31974સામાન્યસામાન્યપછાતવર્ગસામાન્ય
41985પછાતવર્ગસામાન્યઅ.સૂ. જાતિસામાન્ય
52131પછાતવર્ગસામાન્યસામાન્યસામાન્ય
61830સામાન્યસામાન્યપછાતવર્ગસામાન્ય
કુલ12574