Paresh Goswami Ni Agahi For Uttarayan: સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણની ધૂમ જોવા મળી રહી છે, ત્યારે ધાબા પર 'લપેટ-લપેટ'ની બૂમો પણ સંભળાઈ રહી છે. કાતિલ ઠંડીના મોજા વચ્ચે પતંગ બજારોમાં પણ મોડી રાત સુધી ગ્રાહકોની ભીડ ઉમટી રહી છે.
પતંગ રસિકો ઉત્તરાયણમાં પવનની ગતિ અને કડકડતી ઠંડીને લઈને ચિંતિત જોવા મળી રહ્યા છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ઉત્તરાયણમાં પવનની ગતિ અને કડકડતી ઠંડીને લઈને કરેલી આગાહી પતંગ રસિકો માટે ચિંતા ઉપજાવે તેવી છે.
ગુજરાતના 95 ટકા વિસ્તારમાં ઉત્તરના પવનો ફૂંકાશે
પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે પવનની દિશા અને ગતિ ખૂબ જ ચોંકાવનારા રહેવાના છે. ઉત્તરાયણના આખા દિવસ દરમિયાન ગુજરાતના 95 ટકા ભાગમાં પવનની દિશા ઉત્તરની રહેવાની છે.
ઘણી વખત એવું બનતું હોય છે કે, શિયાળુ પવન ઉત્તરના હોય પણ ઉતરાયણને દિવસે પવન ઉત્તર-પશ્ચિમ અથવા તો પૂર્વ- દક્ષિણના થઈ જાય છે. જો કે આ વખતે 95% વિસ્તારની અંદર પવનની દિશા ઉત્તર તરફની રહેવાની છે. આથી કોઈ પોતાની પતંગ ચગાવે, તો એનો પતંગ દક્ષિણ દિશા તરફ જઈ શકે છે.
જો કે 5% વિસ્તાર એવા હશે, જેમાં કચ્છ જિલ્લાના નલિયા, અબડાસા, ખાવડા, માતાના મઢ સહિતના વિસ્તારોમાં ઉત્તર-પશ્ચિમના પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતના અન્ય ભાગો જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાં પવન ઉત્તર દિશા તરફ રહેવાના છે.
દર વર્ષે પવનની ગતિએ સવાર સુધી ઓછી હોય છે, પરંતુ બપોર પછી એકદમ વધી જઈને અતિ ગતિએ ફૂંકાતા હોય છે. જો કે આ વર્ષે કંઈક અલગ થવાનું છે. એટલે કે આ વર્ષે પવનની ગતિ એકદમ નોર્મલ રહેવાની છે. જેમાં ઓછામાં ઓછી 7 કિલોમીટરથી લઈને વધુમાં વધુ 12 થી 13 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
ગુજરાતના 4 જિલ્લાઓમાં પતંગબાજોના ઠુમકા મારીને હાથ દુખશે
ઘણી વખતે ઉત્તરાયણના દિવસે ધાબા ઉપર અથવા તો ખુલ્લી જગ્યાએ પતંગ ચગાવતા હોઈએ ત્યારે આપણે ખૂબ જ આકરા તડકાનો અહેસાસ થતો હોય. એકરીતે ઉનાળા જેવો માહોલ લાગે,પરંતુ આ વર્ષે ઠંડીનો રાઉન્ડ કન્ટીન્યૂ રહેવાનો છે.
તેમજ પવનની ગતિ પણ સામાન્ય રહેવાની છે અને દિશા ઉત્તર તરફની રહેશે. ખાસ કરીને મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, અમદાવાદ અને ગાંધીનગર આ ચાર જિલ્લા એવા છે, જ્યાં પવનની ગતિ એકદમ ધીમી નોંધાઈ શકે છે. એટલે આ ચાર જિલ્લાઓમાં પતંગ રસિકોને થોડી તકલીફ પડી શકે છે.

હકીકતમાં 10 થી 15 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય, તો તે પતંગ ચગાવવા માટે અનુકુળ માનવામાં આવે છે. પવની આટલી ગતિ, પતંગ ચગાવવા માટે પુરતી ગણાય છે. જો કે મધ્ય ગુજરાતના 4 જિલ્લાઓમાં પવનની ગતિ 7 કિલોમીટરની આસપાસ રહી શકે છે. જેના કારણે પતંગને આકાશમાં ઉડતો રાખવા માટે પતંગબાજોને વધારે ઠુમકા મારવા પડતા હોય છે.
જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ઉત્તરના પવનો રહેશે અને ઝડપ 7 થી 12 કિમી પ્રતિકલાકની રહેશે. આવી જ રીતે સૌરાષ્ટ્રની વાત કરીએ તો, જામનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીમાં પવનની ગતિ 8 થી 12 કિમી પ્રતિકલાકની આસપાસ રહેશે.આ સાથે જ પવનની દિશા પણ ઉત્તર તરફની રહેશે. એટલે કે પતંગ ચગાવવા માટે હવામાન અનુકૂળ રહેવાનું છે.
દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તાર જેમકે ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ વાપી, નવસારી અને ડાંગમાં મોટા ભાગે ઉત્તરના પવન રહેશે કોઈ કોઈ જગ્યાએ ક્ષણિક માટે એટલે કે અડધો કલાક કલાક માટે કદાચ પવન પવનની દિશા થોડીક બદલાઈ શકે, બાકી ઉત્તરના પવન રહેવાના છે અને પવનની ઝડપ નોર્મલ રહેવાની છે.
આવી જ રીતે વડોદરા, દાહોદ, પંચમહાલ, છોટા ઉદયપુર, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં પણ પવન પવન પતંગબાજોને સાથ આપશે. માત્ર આણંદ, ખેડા, ગાંધીનગર અને અમદાવાદ આ ચાર જિલ્લા એવા છે, જેની અંદર પવનની ઝડપ થોડીક વધારે ધીમી નોંધાય તેવી શક્યતાઓ છે.
