Ahmedabad News: શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ અને અમદાવાદ જે છેલ્લાં 25 વર્ષથી સંપૂર્ણપણે નિઃશુલ્ક હૃદય સારવાર આપતી ભારત ની એક માત્ર ચેરીટેબલ હૃદય રોગ ની સંસ્થા છે, ત્યાં એક જ દિવસે ભોપાલમાં આયોજિત ફ્રી હાર્ટ કેમ્પમાંથી આવેલા 9 દર્દીઓની સફળ હ્રદય શસ્ત્રક્રિયા અને ઉપચાર કરવામાં આવ્યો છે.
આ સમગ્ર સારવાર રાષ્ટ્રીય આરોગ્ય મિશન, મધ્યપ્રદેશ (NHM MP) તથા RBSK (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) ના સહયોગથી સંપૂર્ણપણે મફત આપવામાં આવી હતી.
આ અવસર પર ઉલ્લેખનીય છે કે શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ અને મધ્યપ્રદેશ સરકાર વચ્ચે ત્રીજી વખત MoU (સમજૂતી કરાર) નું નવિકરણ કરવામાં આવ્યું છે, જેનાથી મધ્યપ્રદેશના ગરીબ અને જરૂરિયાતમંદ હૃદયરોગી બાળકોને સતત નિઃશુલ્ક અને અદ્યતન સારવાર ઉપલબ્ધ બની રહેશે.
આ સહકાર અંતર્ગત 14 ડિસેમ્બર 2025ના રોજ ભોપાલ ખાતે આરોગ્ય વિભાગ, મધ્યપ્રદેશના સહયોગથી ફ્રી હાર્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ દરમિયાન તપાસાયેલા દર્દીઓમાંથી વિશેષ સારવાર માટે અમદાવાદ સ્થિત શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.
છેલ્લા 25 વર્ષથી, શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ સમાજના સૌથી નબળા વર્ગના હૃદયરોગી બાળકો માટે આશાનું કેન્દ્ર બની છે. અહીં આજ સુધી હજારો બાળકોને વિશ્વસ્તરીય, અદ્યતન અને સંપૂર્ણપણે મફત હૃદય સારવાર આપવામાં આવી છે - જ્યાં માનવતા સેવા બની જાય છે અને સેવા ઉપચારમાં રૂપાંતરિત થાય છે.
હોસ્પિટલ હાલમાં દેશના 11 રાજ્યો સાથે MOU ધરાવે છે અને અત્યાર સુધી હજારો દર્દીઓના હૃદયના ઓપરેશન્સ સફળતાપૂર્વક નિઃશુલ્ક કરવામાં આવી ચૂક્યા છે. દિલ વિધાઉટ બિલ' ના નામે જાણીતી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ અને અમદાવાદ છેલ્લાં 25 વર્ષ થી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહ્યું છે. ગુજરાતની આ બે હોસ્પિટલોએ અત્યાર સુધી ભારતના તમામ રાજ્યોમાંથી અને દેશની કુલ વસ્તીના 60 % થી વધુ ભાગમાંથી આવેલા હજારો દર્દીઓને જીવનદાન આપ્યું છે.
