Gujarat Weather: રાજ્યમાં મોટાભાગના શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ વરસ્યો છે. જેના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાકમાં ગરમીનો પારો ગગડવાની શક્યતા છે, તેમજ બે દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આજે 37.1 ડિગ્રી સાથે વલ્લભ વિદ્યાનગર સૌથી ગરમ શહેર રહ્યું છે. અમદાવાદમાં 36.9 ડિગ્રી મહત્તમ અને અમદાવાદમાં 24.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગની શું છે આગાહી
હવામાન વિભાગ અનુસાર, આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત 4 એપ્રિલ 2026ના રોજ કચ્છ, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સાબરકાંઠા, ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી સુધી ગગડી શકે છે. જેના કારણે ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે.
કયા શહેરમાં કેટલું રહ્યું મહત્તમ તાપમાન
આજે નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ વલ્લભ વિદ્યાનગરમાં 37.1 ડિગ્રી, અમદાવાદમાં 36.9, વડોદરામાં 36.4, ગાંધીનગરમાં 35.8, રાજકોટમાં 35.3, સુરેન્દ્રનગરમાં 35.3, સુરતમાં 34.6, ભાવનગરમાં 34.3, ડીસામાં 33.6, કેશોદમાં 33.1, મહુવામાં 32.6, પોરબંદરમાં 32.5, નલિયામાં 31.8, કંડલા પોર્ટમાં 31.6, ભુજમાં 31, વેરાવળમાં 30.4, ઓખામાં 30.2, દ્વારકામાં 29.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો
કયા શહેરમાં કેટલું રહ્યું લઘુત્તમ તાપમાન
આજે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 20 ડિગ્રી, અમરેલીમાં 20.6, મહુવામાં 20.9, રાજકોટમાં 21, પોરબંદરમાં 21.7, કેશોદમાં 21.7, ભુજમાં 22.2, ડીસામાં 22.5, કંડલા પોર્ટમાં 22.6, વેરાવળમાં 22.9, વલ્લભ વિદ્યાનગરમાં 23, સુરતમાં 23.4, ગાંધીનગરમાં 23.5, ભાવનગરમાં 23.6, ઓખામાં 24, અમદાવાદમાં 24.2, વડોદરામાં 24.2, દ્વારકામાં 24.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
ત્રણ દિવસમાં કેટલું રહ્યું મહત્તમ તાપમાન
| રાજ્યમાં ક્યાં કેટલું નોંધાયું મહત્તમ તાપમાન | |||
| શહેર | 31-Mar | 1-Apr | 2-Apr |
| અમદાવાદ | 36.7 | 37 | 36.9 |
| ડીસા | 33.8 | 35.3 | 33.6 |
| ગાંધીનગર | 36.4 | 36.5 | 35.8 |
| વલ્લભ વિદ્યાનગર | 37.1 | 35.9 | 37.1 |
| વડોદરા | 37 | 36 | 36.4 |
| સુરત | 35.8 | 34.7 | 34.6 |
| ભુજ | 33 | 32.7 | 31 |
| નલિયા | 30.2 | 30 | 31.8 |
| કંડલા પોર્ટ | 33.5 | 32.7 | 31.6 |
| અમરેલી | 36.7 | 35.3 | - |
| ભાવનગર | 34.7 | 33.4 | 34.3 |
| દ્વારકા | 29.4 | 29.8 | 29.5 |
| ઓખા | 31.3 | 31.4 | 30.2 |
| પોરબંદર | 32.6 | 32.4 | 32.5 |
| રાજકોટ | 35.8 | 34.9 | 35.3 |
| વેરાવળ | 31.2 | 30 | 30.4 |
| સુરેન્દ્રનગર | 35.4 | 35.6 | 35.3 |
| મહુવા | 33 | 32 | 32.6 |
| કેશોદ | 34.8 | 33.5 | 33.1 |
| રાજ્યમાં ક્યાં કેટલું નોંધાયું લઘુત્તમ તાપમાન | |||
| શહેર | 31-Mar | 1-Apr | 2-Apr |
| અમદાવાદ | 27 | 25 | 24.2 |
| ડીસા | 25 | 22.4 | 22.5 |
| ગાંધીનગર | 26.4 | 24.5 | 23.5 |
| વલ્લભ વિદ્યાનગર | 25 | 24 | 23 |
| વડોદરા | 25.8 | 24.2 | 24.2 |
| સુરત | 24.8 | 24 | 23.4 |
| ભુજ | 21.6 | 21.2 | 22.2 |
| નલિયા | 19 | 19.4 | 20 |
| કંડલા પોર્ટ | 24 | 20.5 | 22.6 |
| અમરેલી | 22.2 | 20.2 | 20.6 |
| ભાવનગર | 26.4 | 23.8 | 23.6 |
| દ્વારકા | 24.6 | 24 | 24.4 |
| ઓખા | 23.5 | 23 | 24 |
| પોરબંદર | 21.6 | 18.6 | 21.3 |
| રાજકોટ | 23.3 | 19 | 21 |
| વેરાવળ | 25.1 | 22.3 | 22.9 |
| સુરેન્દ્રનગર | 25 | 23.5 | 23.5 |
| મહુવા | 23.5 | 20.6 | 20.9 |
| કેશોદ | 22.8 | 19.9 | 21.7 |
