Loading...

Gujarat Weather Today: ઠંડીના ચમકારાની શક્યતા નહીં, બેવડી ઋતુ અનુભવાશે, જાણો આજે ક્યાં કેટલું રહ્યું તાપમાન

વામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 7 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 04 Feb 2026 08:12 PM (IST)Updated: Wed 04 Feb 2026 08:12 PM (IST)
gujarat-weather-no-temperature-change-for-next-7-days-in-ahmedabad-and-other-cities-685891

Gujarat Weather: ગુજરાતમાં પવનો ફૂંકાવાના કારણે રાત્રે અને વહેલી સવારે આંશિક ઠંડી અનુભવાઇ હતી. જોકે હાલ રાજ્યમાં ઠંડીના ચમકારાની કોઇ શક્યતા દેખાઇ રહી નથી. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ રાજ્યના ન્યૂનત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં. આજે નલિયામાં 13.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 29.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18.7 ડિગ્રી નોંધાયું છે.

હવામાન વિભાગની શું છે આગાહી

છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે ઊંચું નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 7 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. હાલમાં રાજ્ય પર નીચલા સ્તરે ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની શક્યતા છે. આવતીકાલે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.

કયા શહેરમાં કેટલું નોંધાયું મહત્તમ તામપાન

આજે નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો સુરતમાં 34.6 ડિગ્રી, વેરાવળમાં 33.2, પોરબંદરમાં 32.8, મહુવામાં 32.4, રાજકોટમાં 32.3, ડીસામાં 31.3, નલિયામાં 31, સુરેન્દ્રનગરમાં 30.7, ભુજમાં 30.5, વડોદરામાં 30.4, અમરેલીમાં 29.9, અમદાવાદમાં 29.7, ગાંધીનગરમાં 29.5, વલ્લભ વિદ્યાનગરમાં 29.5, કંડલા પોર્ટમાં 29.5, ભાવનગરમાં 29.4, દ્વારકામાં 29, ઓખામાં 26.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

કયા શહેરમાં કેટલું નોંધાયું લઘુત્તમ તાપમાન

આજે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 13.1 ડિગ્રી, ડીસામાં 15.2, ભુજમાં 15.8, પોરબંદરમાં 16.3, રાજકોટમાં 16.4, કેશોદમાં 16.8, સુરેન્દ્રનગરમાં 17.8, અમરેલીમાં 18, કંડલા પોર્ટમાં 18, ગાંધીનગરમાં 18.4, વલ્લભ વિદ્યાનગરમાં 18.4, અમદાવાદમાં 18.7, દ્વારકામાં 18.9, મહુવામાં 19.1, વડોદરામાં 19.6, ઓખામાં 19.6, સુરતમાં 20.6, ભાવનગરમાં 20.8, વેરાવળમાં 22 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

ત્રણ દિવસમાં કેટલું નોંધાયું મહત્તમ તાપમાન

ત્રણ દિવસમાં કેટલું નોંધાયું લઘુત્તમ તામપાન

રાજ્યમાં ક્યાં કેટલું નોંધાયું મહત્તમ તાપમાન
શહેર2-Feb3-Feb4-Feb
અમદાવાદ30.129.629.7
ડીસા30.431.131.4
ગાંધીનગર30.129.229.5
વલ્લભ વિદ્યાનગર29.329.929.5
વડોદરા31.430.830.4
સુરત33.633.634.6
ભુજ31.23130.5
નલિયા31.231.531
કંડલા પોર્ટ30.628.729.5
અમરેલી31.130.529.9
ભાવનગર30.129.629.4
દ્વારકા30.53029
ઓખા26.82726.9
પોરબંદર32.432.432.8
રાજકોટ33.832.332.3
વેરાવળ333333.2
સુરેન્દ્રનગર31.530.730.7
મહુવા31.831.632.4
કેશોદ30.831.431.3

રાજ્યમાં ક્યાં કેટલું નોંધાયું લઘુત્તમ તાપમાન
શહેર2-Feb3-Feb4-Feb
અમદાવાદ19.519.218.7
ડીસા1715.915.2
ગાંધીનગર19.218.218.4
વલ્લભ વિદ્યાનગર20.619.218.4
વડોદરા20.419.819.6
સુરત19.61920.6
ભુજ15.615.815.8
નલિયા12.51213.1
કંડલા પોર્ટ1817.918
અમરેલી18.61618
ભાવનગર20.319.220.8
દ્વારકા17.817.818.9
ઓખા19.819.219.6
પોરબંદર16.216.616.3
રાજકોટ1715.416.4
વેરાવળ20.521.322
સુરેન્દ્રનગર1917.317.8
મહુવા19.617.919.1
કેશોદ17.81616.8