Loading...

Gujarat Weather Today: ગુજરાતમાં હાલ નહીં જોવા મળે ઠંડીનો ચમકારો, વાતાવરણ સૂકું રહેવાની શક્યતા, જાણો આજે કયા શહેરમાં કેટલું નોંધાયું તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની પ્રબળ સંભાવના છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 03 Feb 2026 07:22 PM (IST)Updated: Tue 03 Feb 2026 07:23 PM (IST)
gujarat-weather-no-cold-wave-dry-weather-likely-to-continue-685254

Gujarat Weather: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. જેના પગલે વાદળછાયું વાતાવરણ છે. આ પ્રકારના હવામાનથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વાતાવરણમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. એટલે કે આજે જે પ્રકારનું વાતાવરણ છે તે આગામી દિવસોમાં જોવા મળી શકે છે. આજે નલિયામાં લઘુત્તમ પારો 12 ડિગ્રીએ રહ્યો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 29.6 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 19.2 ડિગ્રી નોંધાયું છે.

હવામાન વિભાગની શું છે આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની પ્રબળ સંભાવના છે. લઘુત્તમ તાપમાનમાં પણ આગામી સાત દિવસ દરમિયાન કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. અમદાવાદમાં આકાશ મોટે ભાગે સ્વચ્છ અને વાદળરહિત રહેવાની પ્રબળ સંભાવના છે. લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે.

ગુજરાતમાં હાલ જે વાતાવારણમાં બદલાવ જોવા મળી રહ્યો છે તેનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) છે. ગઈકાલનો પશ્ચિમી વિક્ષોભ(વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) ઉત્તર પાકિસ્તાન અને તેની નજીકના પંજાબ પર સમુદ્ર સપાટીથી 3.1 થી 4.5 કિલોમીટર ઉપર એક ચક્રવાતી પરિભ્રમણ તરીકે જોવા મળે છે. મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરમાં વેસ્ટર્લીઝ સાથેનો ટ્રફ સમુદ્ર સપાટીથી 5.8 કિલોમીટર ઉપર સ્થિત છે. આ સિસ્ટમ્સની અસર ગુજરાતના હવામાન પર પરોક્ષ રીતે વર્તાઈ રહી છે.

કયા શહેરમાં કેટલું રહ્યું મહત્તમ તાપમાન

આજે ગુજરાતમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો સુરતમાં 33.6 ડિગ્રી, વેરાવળમાં 33, પોરબંદરમાં 32.4, રાજકોટમાં 32.3, મહુવામાં 31.6, નલિયામાં 31.5, કેશોદમાં 31.4, ડીસામાં 31.1, ભુજમાં 31, વડોદરામાં 30.8, સુરેન્દ્રનગરમાં 30.7, અમરેલીમાં 30.5, દ્વારકામાં 30, વલ્લભ વિદ્યાનગરમાં 29.9, અમદાવાદમાં 29.6, ભાવનગરમાં 29.6, ગાંધીનગરમાં 29.2, કંડલા પોર્ટમાં 28.7, ઓખામાં 27 ડિગ્રી મહત્તમ તામપાન નોંધાયું છે.

કયા શહેરમાં કેટલું રહ્યું લઘુત્તમ તાપમાન

આજે રાજ્યમાં નોંધાયેલા લઘુત્તમ તામપાનની વાત કરીએ તો નલિયામાં 12 ડિગ્રી, રાજકોટમાં 15.4, ભુજમાં 15.8, ડીસામાં 15.9, કેશોદમાં 16, અમરેલીમાં 16, પોરબંદરમાં 16.6, સુરેન્દ્રનગરમાં 17.3, દ્વારકામાં 17.8, મહુવામાં 17.9, કંડલા પોર્ટમાં 17.9, ગાંધીનગરમાં 18.2, સુરતમાં 19, વલ્લભ વિદ્યાનગરમાં 19.2, અમદાવાદમામં 19.2, ભાવનગરમાં 19.2, ઓખામાં 19.2, વડોદરામાં 19.8, વેરાવળમાં 21.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

ત્રણ દિવસમાં કેટલું નોંધાયું મહત્તમ તામપાન

ત્રણ દિવસમાં કેટલું નોંધાયું લઘુત્તમ તાપમાન

રાજ્યમાં ક્યાં કેટલું નોંધાયું મહત્તમ તાપમાન
શહેર1-Feb2-Feb3-Feb
અમદાવાદ30.530.129.6
ડીસા30.830.431.1
ગાંધીનગર29.830.129.2
વલ્લભ વિદ્યાનગર30.729.329.9
વડોદરા31.631.430.8
સુરત33.833.633.6
ભુજ3131.231
નલિયા30.631.231.5
કંડલા પોર્ટ31.430.628.7
અમરેલી-31.130.5
ભાવનગર30.130.129.6
દ્વારકા3030.530
ઓખા25.226.827
પોરબંદર31.632.432.4
રાજકોટ32.833.832.3
વેરાવળ28.43333
સુરેન્દ્રનગર30.831.530.7
મહુવા31.431.831.6
કેશોદ30.730.831.4

રાજ્યમાં ક્યાં કેટલું નોંધાયું લઘુત્તમ તાપમાન
શહેર1-Feb2-Feb3-Feb
અમદાવાદ19.419.519.2
ડીસા17.31715.9
ગાંધીનગર18.619.218.2
વલ્લભ વિદ્યાનગર19.820.619.2
વડોદરા19.620.419.8
સુરત20.219.619
ભુજ1515.615.8
નલિયા1212.512
કંડલા પોર્ટ171817.9
અમરેલી16.218.616
ભાવનગર19.620.319.2
દ્વારકા17.617.817.8
ઓખા19.619.819.2
પોરબંદર15.516.216.6
રાજકોટ15.91715.4
વેરાવળ19.320.521.3
સુરેન્દ્રનગર18.21917.3
મહુવા18.519.617.9
કેશોદ14.817.816