Loading...

Gujarat Weather Forecast: ગુજરાતમાં માવઠાનું સંકટ હજી પણ યથાવત, 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઇ શકે

આજે 31 માર્ચ 2026ના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસામા, સાબરકાંઠા, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 31 Mar 2026 03:45 PM (IST)Updated: Tue 31 Mar 2026 03:45 PM (IST)
gujarat-weather-forecast-unseasonal-rain-likely-in-kutch-amreli-banaskantha-till-april-4-718961

Gujarat Weather Forecast: ગુજરાતમાં ગરમીના પ્રકોપની વચ્ચે કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો છેલ્લા બે-ત્રણ દિવસથી જોવા મળી રહ્યો છે. જે આગામી દિવસોમાં યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, આજે 31 માર્ચના રોજ કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં કમોસમી વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત 2થી 4 એપ્રિલ દરમિયાન પણ રાજ્યના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

તાપમાનનો પારો ગગડશે

હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે ત્યારબાદ મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. જેના પગલે હાલ જે ગરમી અનુભવાઇ રહી છે તેમા આંશિક રાહત મળી શકે છે. જોકે આગામી સાત દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ઉલટફેર જોવા નહીં મળે.

31 માર્ચના રોજ ક્યાં પડી શકે છે વરસાદ

હવામાન વિભાગ અનુસાર, આજે 31 માર્ચ 2026ના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસામા, સાબરકાંઠા, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

2 એપ્રિલના રોજ ક્યાં કમોસમી વરસાદ થઇ શકે

2 એપ્રિલ 2026ના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

3 એપ્રિલના રોજ કયા જિલ્લાઓમાં માવઠાની શક્યતા

3 એપ્રિલ 2026ના રોજ કચ્છ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. તેમજ 4 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.