Gujarat Weather Forecast: ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવોથી ધોધમાર વરસાદ વરસ્યો છે. તેમજ આગામી 25 જૂન સુધી રાજ્યમાં છૂટાછાવાયા સ્થળો હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આજે 19 જૂનના રોજ 28 જિલ્લાઓમાં હળવોથી ભારે વરસાદ થઇ શકે છે. ખાસ કરીને ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આજે કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે 19 જૂન 2026ના રોજ મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચમાં ભારે વરસાદ થઇ શકે છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

20 જૂનના રોજ ક્યાં થઇ શકે છે વરસાદ
20 જૂન 2026ના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

21 અને 22 જૂનના રોજ ક્યાં થઇ શકે છે વરસાદ
21 જૂન 2026ના રોજ વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, ભરૂચ, નર્મદા, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જ્યારે 22 જૂન 2026ના રોજ વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

23થી 25 જૂન દરમિયાન આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા
23થી 25 જૂન 2026 દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, ડાંગ, તાપી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. 25 જૂન સુધી રાજ્યના મહત્વના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે.

24 કલાકમાં પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો
છેલ્લા 24 કલાક દરમિયાન પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે, જ્યારે ખેડા, છોટાઉદેપુર, મહેસાણા અને બોટાદના છૂટાછવાયા વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ થયો હતો. રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થયો છે, પરંતુ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગરમીનો પારો સામાન્ય કરતા ઊંચો રહ્યો હતો. અમદાવાદ અને સુરેન્દ્રનગર 39.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યના સૌથી ગરમ સ્થળો રહ્યા હતા.
કેટલે પહોંચ્યું ચોમાસું
દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ઉત્તરીય રેખા હાલમાં સોલાપુર, હૈદરાબાદ અને રાંચી થઈને પસાર થઈ રહી છે, જે આગામી 4 થી 5 દિવસમાં તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના વધુ ભાગોમાં પ્રવેશે તેવી સંભાવના છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ, પંજાબથી બિહાર સુધી ફેલાયેલા મોસમી ટ્રફ અને મધ્ય પ્રદેશ પરના ચક્રવાતી પરિભ્રમણને કારણે ચોમાસાની પ્રગતિ માટે સ્થિતિ સાનુકૂળ બની છે. નીચલા સ્તરે ફૂંકાતા દક્ષિણ-પશ્ચિમી પવનો આ સિસ્ટમને મજબૂતી આપી રહ્યા છે, જેના પરિણામે મધ્ય અને પૂર્વ ભારતમાં વરસાદી ગતિવિધિઓ વધવાની ધારણા છે.
