Gujarat Weather: ફેબ્રુઆરીના પ્રારંભથી જ ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે અને આગામી સાત દિવસ પણ રાજ્યમાં ઠંડીમાં કોઇ નોંધપાત્ર વધારો થવાની શક્યતા જોવા મળતી નથી. હવામાન વિભાગની આગાહી છેકે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં. આજે નલિયામાં 13.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 30.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી નોંધાયું છે.
હવામાન વિભાગની શું છે આગાહી
રાજ્યભરમાં મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ધીમે-ધીમે ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 7 દિવસ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. હાલમાં રાજ્યના નીચલા સ્તરે ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદમા આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.
કયા શહેરમાં કેટલું રહ્યું મહત્તમ તાપમાન
આજે નોંધાયેલા રાજ્યના વિવિધ શહેરોના મહત્તમ તાપમાન પર નજર ફેરવીએ તો સુરતમાં 35.5 ડિગ્રી, રાજકોટમાં 34.3, કેશોદમાં 32.6, ભુજમાં 32.4, પોરંબદરમાં 32.4, અમરેલીમાં 32.3, નલિયામાં 32, મહુવામાં 32, વડોદરામાં 32.8, સુરેન્દ્રનગરમાં 31.5, ડીસામાં 31.4, દ્વારકામાં 30.5, અમદાવાદમાં 30.2, વેરાવળમાં 30.2, ગાંધીનગરમાં 29.8, વલ્લભ વિદ્યાનગરમાં 29.7, કંડલા પોર્ટમાં 29.6, ભાવનગરમાં 29.4, ઓખામાં 26.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
કયા શહેરમાં કેટલું નોંધાયું લઘુત્તમ તાપમાન
આજે વિવિધ શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન પર નજર ફેરવીએ તો નલિયામાં 13.8 ડિગ્રી, ડીસામાં 15.4, ભુજમાં 16.8, અમરેલીમાં 17, કેશોદમાં 17.8, ગાંધીનગરમાં 17.8, વલ્લભ વિદ્યાનગરમાં 18, રાજકોટમાં 18.5, કંડલા પોર્ટમાં 18.5, અમદાવાદમાં 18.6, સુરેન્દ્રનગરમાં 19, મહુવામાં 19.1, દ્વારકામાં 19.2, વડોદરામાં 19.4, ભાવનગરમાં 20.3, પોરબંદરમાં 20.3, ઓખામાં 20.4, વેરાવળમાં 20.5, સુરતમાં 22.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
ત્રણ દિવસમાં કયા શહેરમાં કેટલું રહ્યું મહત્તમ તાપમાન
| રાજ્યમાં ક્યાં કેટલું નોંધાયું મહત્તમ તાપમાન | |||
| શહેર | 3-Feb | 4-Feb | 5-Feb |
| અમદાવાદ | 29.6 | 29.7 | 30.2 |
| ડીસા | 31.1 | 31.4 | 31.4 |
| ગાંધીનગર | 29.2 | 29.5 | 29.8 |
| વલ્લભ વિદ્યાનગર | 29.9 | 29.5 | 29.7 |
| વડોદરા | 30.8 | 30.4 | 31.8 |
| સુરત | 33.6 | 34.6 | 35.5 |
| ભુજ | 31 | 30.5 | 32.4 |
| નલિયા | 31.5 | 31 | 32 |
| કંડલા પોર્ટ | 28.7 | 29.5 | 29.6 |
| અમરેલી | 30.5 | 29.9 | 32.3 |
| ભાવનગર | 29.6 | 29.4 | 29.4 |
| દ્વારકા | 30 | 29 | 30.5 |
| ઓખા | 27 | 26.9 | 26.8 |
| પોરબંદર | 32.4 | 32.8 | 32.4 |
| રાજકોટ | 32.3 | 32.3 | 34.3 |
| વેરાવળ | 33 | 33.2 | 30.2 |
| સુરેન્દ્રનગર | 30.7 | 30.7 | 31.5 |
| મહુવા | 31.6 | 32.4 | 32 |
| કેશોદ | 31.4 | 31.3 | 32.6 |
| રાજ્યમાં ક્યાં કેટલું નોંધાયું લઘુત્તમ તાપમાન | |||
| શહેર | 3-Feb | 4-Feb | 5-Feb |
| અમદાવાદ | 19.2 | 18.7 | 18.6 |
| ડીસા | 15.9 | 15.2 | 15.4 |
| ગાંધીનગર | 18.2 | 18.4 | 17.8 |
| વલ્લભ વિદ્યાનગર | 19.2 | 18.4 | 18 |
| વડોદરા | 19.8 | 19.6 | 19.4 |
| સુરત | 19 | 20.6 | 22.8 |
| ભુજ | 15.8 | 15.8 | 16.8 |
| નલિયા | 12 | 13.1 | 13.8 |
| કંડલા પોર્ટ | 17.9 | 18 | 18.5 |
| અમરેલી | 16 | 18 | 17 |
| ભાવનગર | 19.2 | 20.8 | 20.2 |
| દ્વારકા | 17.8 | 18.9 | 19.2 |
| ઓખા | 19.2 | 19.6 | 20.4 |
| પોરબંદર | 16.6 | 16.3 | 20.3 |
| રાજકોટ | 15.4 | 16.4 | 18.5 |
| વેરાવળ | 21.3 | 22 | 20.5 |
| સુરેન્દ્રનગર | 17.3 | 17.8 | 19 |
| મહુવા | 17.9 | 19.1 | 19.1 |
| કેશોદ | 16 | 16.8 | 17.8 |
