Loading...

Gujarat Weather Today: હજી સાત દિવસ બેવડી ઋતુનો થઇ શકે છે અનુભવ, ઠંડીની શક્યતા નહીં, જાણો કયા શહેરમાં કેટલું રહ્યું તાપમાન

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજેતરની આગાહી મુજબ, રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 06 Feb 2026 07:19 PM (IST)Updated: Fri 06 Feb 2026 07:19 PM (IST)
gujarat-weather-double-season-to-continue-for-7-days-no-cold-expected-687134

Gujarat Weather: ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. રાત્રે અને વહેલી સવારે આછેરી ઠંડી અનુભવાય છે. જોકે બપોરના સમયે ઉનાળાની શરૂઆતના સમયે અનુભવાતી ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. આગામી સાત દિવસ આ જ પ્રકારનું વાતાવરણ રાજ્યમાં જોવા મળી શકે છે. લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફારની શક્યતા નથી. આજે નલિયામાં 14.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 32 ડિગ્રી મહત્તમ અને 18.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગની શું છે આગાહી

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજેતરની આગાહી મુજબ, રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને આગામી સાત દિવસ સુધી તાપમાન યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આગામી દિવસોમાં વાતાવરણ સૂકું (Dry Weather) રહેશે. રાજ્યના જમીન વિસ્તાર પર હાલ ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનોને કારણે લોકોને બપોરના સમયે ગરમીનો અનુભવ થશે.અમદાવાદ અને ગાંધીનગર માટે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

આજે કયા શહેરમાં કેટલુ રહ્યુ મહત્તમ તાપમાન

આજે નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો સુરતમાં 35.4 ડિગ્રી, રાજકોટમાં 35, નલિયામાં 34.5, વડોદરામાં 33.6, અમરેલીમાં 33.5, કેશોદમાં 33.4, ભુજમાં 33.3, કંડલા પોર્ટમાં 33.3, સુરેન્દ્રનગરમાં 33.2, ડીસામાં 33.1, મહુવામાં 32.8, પોરબંદરમાં 32.4, ભાવનગરમાં 32.3, અમદાવાદમાં 32, દ્વારકામાં 31.8, ગાંધીનગરમાં 31.5, વલ્લભ વિદ્યાનગરમાં 30.1, વેરાવળમાં 29.4, ઓખામાં 27.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

આજે કયા શહેરમાં કેટલું રહ્યું લઘુત્તમ તાપમાન

આજે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 14.3 ડિગ્રી, પોરબંદરમાં 14.3, અમરેલીમાં 16.2, કેશોદમાં 16.2, ડીસામાં 16.3, ભુજમાં 17.2, મહુવામાં 17.3, રાજકોટમાં 17.8, વલ્લભ વિદ્યાનગરમાં 17.8, વડોદરામાં 18, કંડલા પોર્ટમાં 18.5, ગાંધીનગરમાં 18.5, ભાવનગરમાં 18.8, અમદાવાદમાં 18.8, સુરતમાં 19, દ્વારકામાં 19, વેરાવળમાં 19.2 , ઓખામાં 19.4, સુરેન્દ્રનગરમાં 19.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

ત્રણ દિવસમાં કેટલું નોંધાયું મહત્તમ તાપમાન

ત્રણ દિવસમાં કેટલું નોંધાયું લઘુત્તમ તાપમાન

રાજ્યમાં ક્યાં કેટલું નોંધાયું મહત્તમ તાપમાન
શહેર4-Feb5-Feb6-Feb
અમદાવાદ29.730.232
ડીસા31.431.433.1
ગાંધીનગર29.529.831.5
વલ્લભ વિદ્યાનગર29.529.730.1
વડોદરા30.431.833.6
સુરત34.635.535.4
ભુજ30.532.433.3
નલિયા313234.5
કંડલા પોર્ટ29.529.633.3
અમરેલી29.932.333.5
ભાવનગર29.429.432.3
દ્વારકા2930.531.8
ઓખા26.926.827.2
પોરબંદર32.832.432.4
રાજકોટ32.334.335
વેરાવળ33.230.229.4
સુરેન્દ્રનગર30.731.533.2
મહુવા32.43232.8
કેશોદ31.332.633.4

રાજ્યમાં ક્યાં કેટલું નોંધાયું લઘુત્તમ તાપમાન
શહેર4-Feb5-Feb6-Feb
અમદાવાદ18.718.618.8
ડીસા15.215.416.3
ગાંધીનગર18.417.818.5
વલ્લભ વિદ્યાનગર18.41817.8
વડોદરા19.619.418
સુરત20.622.819
ભુજ15.816.817.2
નલિયા13.113.814.3
કંડલા પોર્ટ1818.518.5
અમરેલી181716.2
ભાવનગર20.820.218.8
દ્વારકા18.919.219
ઓખા19.620.419.4
પોરબંદર16.320.314.3
રાજકોટ16.418.517.8
વેરાવળ2220.519.2
સુરેન્દ્રનગર17.81919.8
મહુવા19.119.117.3
કેશોદ16.817.816.2