ગુજરાતમાં વરસાદી માહોલ: ખેડાના ગલતેશ્વરમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ, જાણો છેલ્લા 24 કલાકમાં 53 તાલુકામાં કેટલો વરસાદ પડ્યો?

ગુજરાતમાં ચોમાસાની જમાવટ વચ્ચે છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. 

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 20 Jun 2026 07:52 AM (IST)Updated: Sat, 20 Jun 2026 07:52 AM (IST)
gujarat-rain-data-today-june-20-where-did-it-rain-24-hour-district-wise-report

Gujarat Rain Data: ગુજરાતમાં ચોમાસાની જમાવટ વચ્ચે છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેના લીધે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને ખેડા, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા 19 જૂનથી 20 જૂન 2026ના સવારના 6:00 વાગ્યા સુધીના આંકડા મુજબ મધ્ય અને પૂર્વ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.

ગલતેશ્વરમાં સૌથી વધુ વરસાદ

ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 74 મીમી(2.91 ઇંચ) વરસાદ નોંધાયો છે. ખાસ કરીને અહીં સવારના 6 થી 8 વાગ્યાના માત્ર બે કલાકમાં જ 65 મીમી(2.56 ઇંચ) જેટલો વરસાદ ખાબક્યો હતો.

પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ

પંચમહાલ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે, જેમાં કાલોલમાં 64 મીમી(2.52 ઇંચ) અને ગોધરામાં 63 મીમી(2.48 ઇંચ) વરસાદ પડ્યો છે. આ ઉપરાંત પંચમહાલના મોરવા હડફમાં 48 મીમી(1.89 ઇંચ) અને ઘોઘંબામાં 43 મીમી(1.69 ઇંચ) વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં પણ 56 મીમી(2.2 ઇંચ) વરસાદ સાથે નોંધપાત્ર પાણી ભરાયા હતા.

અન્ય તાલુકાઓની સ્થિતિ

વડોદરા જિલ્લાના દેસરમાં 33 મીમી(1.3 ઇંચ) વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લાના તિલકવાડામાં 25 મીમી(0.98 ઇંચ) અને ગરુડેશ્વરમાં 18 મીમી(0.71 ઇંચ) વરસાદ થયો છે. દાહોદ જિલ્લામાં પણ મેઘરાજાની સારી હાજરી રહી છે, જેમાં ફતેપુરામાં 24 મીમી(0.94 ઇંચ), દોહાદમાં 24 મીમી(0.94 ઇંચ) અને ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં 24 મીમી(0.94 ઇંચ) વરસાદ પડ્યો છે, જ્યારે સંજેલીમાં 21 મીમી(0.83 ઇંચ) વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં સુરતના કામરેજમાં 20 મીમી(0.79 ઇંચ) અને મહીસાગરના સંતરામપુરમાં 19 મીમી(0.75 ઇંચ) વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં પણ 13 મીમી(0.51 ઇંચ) વરસાદ સાથે મેઘરાજાએ હાજરી પુરાવી છે.

 

જિલ્લોતાલુકોવરસાદ (ઇંચ)
ખેડાગલતેશ્વર2.91
પંચમહાલકાલોલ2.52
પંચમહાલગોધરા2.48
છોટાઉદેપુરબોડેલી2.2
પંચમહાલમોરવા હડફ1.89
પંચમહાલઘોઘંબા1.69
વડોદરાદેસર1.3
નર્મદાતિલકવાડા0.98
દાહોદફતેપુરા0.94
દાહોદદોહાદ0.94
દાહોદગોવિંદ ગુરુ લીમડી0.94
દાહોદસંજેલી0.83
સુરતકામરેજ0.79
મહીસાગરસંતરામપુર0.75
નર્મદાગરુડેશ્વર0.71
પંચમહાલજાંબુઘોડા0.67
દાહોદલીમખેડા0.63
પંચમહાલશહેરા0.59
પંચમહાલહાલોલ0.59
અમરેલીલાઠી0.51
દાહોદઝાલોદ0.51
દાહોદસુખસર0.51
છોટાઉદેપુરજેતપુર પાવી0.47
મહીસાગરગોધર0.43
છોટાઉદેપુરછોટાઉદેપુર0.43
દાહોદગરબાડા0.39
દાહોદદેવગઢબારિયા0.39
દાહોદસિંગવડ0.39
ભાવનગરવલ્લભીપુર0.31
છોટાઉદેપુરકડવાલ0.31
ખેડાફાગવેલ0.28
નર્મદાડેડિયાપાડા0.28
નવસારીગણદેવી0.28
છોટાઉદેપુરનસવાડી0.28
છોટાઉદેપુરસંખેડા0.28
અમદાવાદવિરમગામ0.24
ભાવનગરઘોઘા0.24
મહીસાગરકડાણા0.24
મહીસાગરલુણાવાડા0.24
વડોદરાવાઘોડિયા0.2
સુરતસુરત સિટી0.2
ભાવનગરભાવનગર0.16
ભાવનગરસિહોર0.16
દાહોદધાનપુર0.16
નર્મદાનાંદોદ0.16
નવસારીચીખલી0.16
ગીર સોમનાથસુત્રાપાડા0.16
મહીસાગરવીરપુર0.16
છોટાઉદેપુરકવાંટ0.16
વડોદરાસાવલી0.08
વડોદરાડભોઈ0.04
વલસાડવલસાડ0.04