Gujarat Rain Alert: હવામાન વિભાગનું ત્રણ કલાકનું એલર્ટ; સુરત, નવસારી સહિત આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે

હવામાન વિભાગે આજે સવારે 10 વાગ્યે જારી કરેલા વેધર નોટિફિકેશન અનુસાર, આગામી ત્રણ કલાક દરમિયાન નવસારી, સુરત, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 21 Jun 2026 11:03 AM (IST)Updated: Sun, 21 Jun 2026 11:03 AM (IST)
imd-gujarat-weather-alert-rain-and-thunderstorm-forecast-for-south-gujarat-in-next-3-hours

Gujarat Weather Update: ગુજરાતમાં ચોમાસા પૂર્વે મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. ધીમે ધીમે મેઘરાજા રાજ્ય તરફ આગળ વધી રહ્યા છે અને આગામી ત્રણ-ચાર દિવસમાં રાજ્યમાં વિધિવત રીતે વર્ષા ઋતુનું આગામન થઇ શકે છે. ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

આગામી ત્રણ કલાકની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આજે સવારે 10 વાગ્યે જારી કરેલા વેધર નોટિફિકેશન અનુસાર, આગામી ત્રણ કલાક દરમિયાન નવસારી, સુરત, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આગાહી અનુસાર નવસારી અને સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગની વરસાદ અંગે શું છે આગાહી

હવામાન વિભાગ અનુસાર આજે 21થી 23 જૂન 2026 દરમિયાન રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 24થી 26 જૂન દરમિયાન અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

ગત 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો

ગત 24 કલાકના વરસાદના આંકડાઓ પર નજર ફેરવીએ તો 9 તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. જેમાં અમરેલીમાં 1.6 ઇંચ, સાયલામાં 1.2 ઇંચ, બાબરામાં 1 ઇંચ, ધરણીધરમાં 11 મિ.મી., ચોટીલામાં 6 મિ.મી., વિંછીયામાં 4 મિ.મી., દેત્રોજમાં 2 મિ.મી., ગણદેવીમાં 1 અને થરાદમાં 1 મિ.મી. વરસાદ વરસ્યો છે.