Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની 5 ફેબ્રુઆરી 2026ના રોજ મળેલી સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીમાં અમદાવાદના સૌથી વ્યસ્ત અને મહત્વના એવા એસ.જી. હાઈવે (Sarkhej-Gandhinagar Highway)ને 'આઈકોનિક રોડ' તરીકે વિકસાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પ્રસંગે સ્ટેન્ડિગ કમિટીનાં ચેરમેન દેવાંગ દાણીએ અમદાવાદના એસ.જી હાઈવેના નવિનીકરણની વાત કરી હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે,આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030( Commonwealth Games 2030) અમદાવાદ મહાનગરમાં યોજાવવા માટે જઈ રહી છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારના ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહના નેતૃત્વમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આજે અમદાવાદ હરણફાળ પ્રગતિ કરી છે અને વૈશ્વિક કક્ષાએ આ સિટીએ નામના મેળવી છે.
એસ.જી હાઈવેનો કેટલો રોડ ડેવલોપ કરાશે
અમદાવાદની ઓળખ સમાન એસ.જી હાઈવે( SG Highway Ahmedabad)ને સનાથલ સર્કલથી શરૂ કરી ગાંધીનગરના જી-7 સર્કલ સુધીનો આખો રોડ ડેવલોપ કરવા માટેનો લગભગ 30 કિમીનો રોડ છે, જેને એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ જે રીતે આઈકોનિક રોડ( Iconic Road Project Ahmedabad) બનાવવામાં આવ્યો એવી જ રીતે સનાથલથી ગાંધીનગર (Sanathal to Gandhinagar road) સુધીનો એસ.જી હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા, ગુડા, ગાંધીનગર મહાનગરપાલિકાએ માટે આજના તાકીદના કામની અંદર યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા ડેવલોપ કરવામાં આવશે.
30 કિમીનો રોડ એસ.જી હાઈવે બ્યુટિફિકેશન સાથે તૈયાર થશે
કન્સલટન્સીનો તમામ ખર્ચ યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. પરિણામે આવનારા સમયગાળા દરમિયાન લેન્ડસ્કેપિંગ તદઉપરાંત વાત કરીએ તો ગઝીબો, ઈસ્કોનથી પકવાન સુધીનો રોડ ડેવલોપ કરવામાં આવ્યો એવો નવતર 30 કિમીનો રોડ એસ.જી હાઈવે બ્યુટિફિકેશન સાથે તૈયાર થશે.
મહાનગરપાલિકાના પાંચ પ્લોટના ઓક્શનને મંજૂરી, રૂ.528 કરોડની બેઝ વેલ્યૂ નક્કી
ચેરમેનએ પ્લોટ અંગે વાત કરતા વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે ટીપી ફાઈનલ થાય ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municipal Corporation)ને સેલ્ફ ફોર કોમર્શિયલ અને સેલ્ફ ફોર રેસિડેન્સના પ્લોટ પ્રાપ્ત થતા હોય છે.આ પ્લોટ દ્વારા મહાનગરપાલિકાએ વિસ્તારના વિકાસના કામો આપણે સતત કરતા રહેતા હોય છે. આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર અલગ-અલગ વિસ્તાર જેમ કે, મોટેરા હોય, ચાંદખેડા, નવા વાડજ, થલતેજ, બોડકદેવ આ વિસ્તારના પાંચ પ્લોટ ઓક્શન કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જેની બેઝ વેલ્યૂ રૂ.528 કરોડ જેટલી મૂકવામાં આવી છે.
