અમદાવાદમાં ઓનલાઈન ડોક્ટર એપોઈન્ટમેન્ટના નામે ₹1.40 લાખની છેતરપિંડી

અમદાવાદમાં એક મહિલાને ઓનલાઈન ડોક્ટરની એપોઈન્ટમેન્ટ બુક કરાવવાના બહાને સાયબર ગુનેગારોએ ₹1.40 લાખનો ચૂનો લગાવ્યો. સોશિયલ મીડિયા પરથી મળેલી જાહેરાત દ્વારા લિંક મોકલીને આરોપીઓએ મહિલાના પુત્રના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લીધા હતા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 19 Jun 2026 10:51 AM (IST)Updated: Fri, 19 Jun 2026 10:51 AM (IST)
ahmedabad-woman-loses-1-40-lakh-in-online-doctor-appointment-fraud

Ahmedabad News: સાયબર ગુનેગારોએ લોકોને ઠગવાનો નવો પેંતરો શોધી કાઢ્યો છે. આવા તત્ત્વો સોશિયલ મીડિયા પર હોસ્પિટલો અને ડોક્ટરોના નામની જાહેરાતો મૂકીને લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. ત્યારે ડોક્ટરની એપોઇન્ટમેન્ટ બુક કરાવવા જતાં એક મહિલાના દિકરાના બેન્ક એકાઉન્ટમાંથી રુ.1.40 લાખ ગુમાવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ અંગે મહિલાએ ઇસનપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે.

સોશિયલ મીડિયા પરથી ડોક્ટરનો સંપર્ક

મળતી માહતી પ્રમાણે,શહેરનાં ઘોડાસર વિસ્તારમાં રહેતાં 52 વર્ષીય દીપ્તિબહેન પટેલ ઘૂંટણના દુખાવાથી પીડાતાં હતા. આથી યોગ્ય તબીબી સારવાર માટે યોગ્ય ઓર્થોપેડિક તબીબની સોશિયલ મીડિયા પર શોધ કરી રહ્યા હતા. આથી 10 જૂનના રોજ સોશિયલ મીડિયા મારફતે તેમણે એક તબીબની એડવર્ટાઈઝમેન્ટ જોઇ હતી. તેમાં આપેલા નંબર પર મહિલાએ સંપર્ક સાધ્યો. જેમાં સામેની વ્યક્તિએ એપોઇન્ટમેન્ટ કન્ફર્મ કરવા માટે 10 રુપિયા ઓનલાઈન બુકિંગ પેટે આપવાની વાત કરી હતી.

એપોઇન્ટમેન્ટ બુક કરાવવા જતાં છેતરપિંડી

મહિલાએ બીજા ફોનમાંથી ઓનલાઇન ટ્રાન્સફર કરીશ એમ ગઠિયાને જણાવ્યું હતું. આથી ગઠિયાએ બીજા નંબરથી ફોન કરવાનું કહેતા તેણે મહિલાને એક લિંક મોકલી આપી હતી. જેમાં તેણે વિગતો ભરવા કહ્યું હતું. ત્યાર બાદ મહિલાના પુત્રના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ઉપડવાના શરુ થઈ ગયા હતા. 13 જૂનના રોજ 2 ટ્રાન્ઝેકશનમાં રુ.50 હજાર, 50 હજાર મળીને 1 લાખ ટ્રાન્સફર થઈ ગયા.

પોલીસ ફરિયાદ દાખલ કરાઈ 

જ્યારે 14 જૂને વધુ 40 હજાર ટ્રાન્સફર થઈ જતાં, મહિલાએ આખરે પોલીસ ફરિયાદ દાખલ કરવાનું નક્કી કર્યું હતું. આથી મહિલાએ ઇસનપુર પોલીસ મથકમાં સાયબર ગુનેગારો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.