Ahmedabad News: અમદાવાદમાં દર 10 કિમીના અંતરે એક ફાયર સ્ટેશન બનાવાશે. હાલ શહેરમાં 19 ફાયર સ્ટેશન છે. ચાલુ વર્ષે શહેરમાં નવા 5 ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન કરાયું છે. જેમાં રાણીપ, લાંભા, શાહીબાગ, રામોલ- હાથીજણ અને સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારે ફાયર ચોકી બનાવાશે.
હાલ રૂપિયા 36 કરોડના ખર્ચે ગોતા અને ત્રાગડમાં નવા ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી પૂર્ણતાને આરે છે. આ બે નવા ફાયર સ્ટેશન તૈયાર થઈ ગયા પછી શહેરમાં ફાયર સ્ટેશનની સંખ્યા વધીને 21 થશે. હાલ શહેરમાં પાંચકુવા અને દાણાપીઠ ફાયર સ્ટેશનના રીનોવશન-નવીનીકરણની કામગીરી ચાલી રહી છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, પાંચકુવા ફાયર સ્ટેશનમાં નવીનીકરણનું કામ પ્રગતિમાં છે. ગોતા અને ત્રાગડ ફાયર સ્ટેશન 36 કરોડના ખર્ચે બનશે. ઓઢવ અને દાણીલીમડાના ફાયર સ્ટેશનોનું રિડેવલપમેન્ટ ચાલે છે. લાંભા, રામોલ, હાથીજણ અને શાહીબાગ ફાયર સ્ટેશન 54 કરોડના ખર્ચે નવા બનશે.
આશરે 1.50 કરોડના ખર્ચે વટવા GIDC ફાયર સ્ટેશનનું આયોજન છે. કુલ 125.30 કરોડના ખર્ચે 12 નવા વોટર બાઉઝર અલગ અલગ કેપીસીટીના, 3 ઈમરજન્સી રેસ્કયૂ ટેન્ડર, 2 ફોમ ટેન્ડર, 1 રેપીડ રિસ્પોરન્સ વાહન-04 બીએ કમ્પ્રેશર વાન, 71 ડ્રોન સાથેનું વાહન સહિત અન્ય વાહનોની ખરીદીનું આયોજન છે.
