Ahmedabad Rape: અમદાવાદ શહેરની પરિણીતાએ બોપલના યુવક પર લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પીડિત પરિણીતાની ફરિયાદના આધારે ઈસનપુર પોલીસે હવસખોર યુવકની ધરપકડ કરી છે.
આ અંગે પીડિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, આજથી 18 વર્ષ પૂર્વે શહેરના બોપલ વિસ્તારમાં રહેતા જય પટેલ નામના યુવકે પીડિતા સાથે મિત્રતા કેળવી હતી. જો કે સમય જતાં બન્નેના અલગ-અલગ વ્યક્તિઓ સાથે લગ્ન થઈ ગયા હતા.
Rajkot: આર્થિક ભીંસથી કંટાળી ફર્નિચરના ધંધાર્થીનો આપઘાત, ભર બપોરે ઘરમાં એસિડ ગટગટાવી જીવન ટૂંકાવ્યું
જો કે જય પટેલને પત્ની પસંદ ના હોવાથી પીડિતા સાથે લગ્ન કરવાની લાલચ આપીને વિશ્વાસ કેળવ્યો હતો. જે બાદ જય પટેલ અવારનવાર જયપુર, પુષ્કર, દિલ્હી, ઉજ્જૈન અને જાંબુઘોડા સહિતના સ્થળોએ લઈ જઈને પીડિતાની મરજી વિરુદ્ધ શારીરિક સબંધો બાંધ્યા હતા.
આજથી બે વર્ષ પૂર્વે આરોપી પીડિતાને રાજસ્થાનના કુંભલગઢ લઈ ગયો હતો. જ્યાં પણ તેણે પીડિતાની જાણ બહાર તેના અંગત ફોટોગ્રાફ્સ પાડી લીધા હતા. આ ફોટા પીડિતના પતિ સહિત પરિવારજનોને મોકલી આપવાની અને વાયરલ કરવાની તેમજ તેના પિતાને જાનથી મારી નાંખવાની ધમકી આપીને શારીરિક સબંધ બાંધવા માટે દબાણ કરતો હતો.
આ દરમિયાન આરોપીએ બન્નેની અંગત પળોના ફોટોગ્રાફ્સ પીડિતાના પતિના મિત્રને મોકલી આપ્યા હતા. જ્યાંથી તેના પતિ સુધી બન્નેના ફોટા પહોંચ્યા હતા. આખરે પતિએ હિંમત આપતા પીડિતાએ ઈસનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ તો પોલીસે દુષ્કર્મ, ધમકી આપવી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને જય પટેલને જેલમાં ધકેલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
