Loading...

AMC Election 2026: અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી માટે જાણો વોર્ડ પ્રમાણે મતદાતાઓની વિગતો, મનપાના 48 વોર્ડ માટે 26 એપ્રિલે થશે મતદાન

SIR બાદ મનપામાં મતોમાં ઘણો ઉલટફેર થયો છે. જેની સીધી અસર આ વખતની ચૂંટણીમાં જોવા મળી શકે છે. આ વખતની ચૂંટણીમાં 38 લાખ જેટલા મતદાતાઓ પોતાના વોર્ડના કોર્પોરેટરનું ભાવિ નક્કી કરશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 02 Apr 2026 08:23 PM (IST)Updated: Fri 03 Apr 2026 12:03 PM (IST)
ahmedabad-municipal-elections-2026-voting-for-48-wards-on-april-26-720455

Ahmedabad Municipal Corporation Election 2026:: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગઇકાલે 15 મહાનગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત કરી છે. અમદાવાદ મહાનગરપાલિકા(Ahmedabad Municipal Corporation Election 2026)માં આગામી 26 એપ્રિલના રોજ મતદાન યોજાશે અને 28 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. SIR બાદ મનપામાં મતોમાં ઘણો ઉલટફેર થયો છે. જેની સીધી અસર આ વખતની ચૂંટણીમાં જોવા મળી શકે છે. આ વખતની ચૂંટણીમાં 38 લાખ જેટલા મતદાતાઓ પોતાના વોર્ડના કોર્પોરેટરનું ભાવિ નક્કી કરશે.

અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municipal Election 2026) માં ક્યારે થશે મતદાન અને મતગણતરી?

અમદાવાદ મહાનગરપાલિકાના કયા વોર્ડમાં કેટલા મતદારો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીતારીખ
ચૂંટણીની જાહેરાતની તારીખ01-04-2026
જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ06-04-2026
ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ11-04-2026
ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ13-04-2026
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ15-04-2026
મતદાનની તારીખ26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો)27-04-2026
મતગણતરીની તારીખ28-04-2026
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ30-04-2026

વોર્ડ નંબરપુરુષસ્ત્રીઅન્ય જાતિકુલ મતદારો
143,96340,439384,405
244,34039,963284,305
348,07645,218093,294
437,18934,9851772,191
543,92640,111584,042
639,40037,171376,574
732,87231,615264,489
849,84748,090297,939
936,40936,211172,621
1034,09032,618666,714
1148,78644,915393,704
1251,59947,7971599,411
1338,46134,619273,082
1438,84634,590873,444
1537,08234,557271,641
1632,73430,919163,654
1734,80932,625067,434
1833,81234,714168,527
1941,10840,504081,612
2044,03444,019388,056
2140,25537,6421077,907
2231,25128,333459,588
2343,33639,003382,342
2466,80560,56321,27,370
2540,50635,789276,297
2637,21034,441271,653
2743,59140,161583,757
2837,91535,185173,101
2941,06540,122081,187
3036,54336,707073,250
3135,15734,144569,306
3232,36130,953263,316
3346,34743,566189,914
3449,29347,658796,958
3541,88838,285880,181
3639,77837,159376,940
3737,07435,841072,915
3843,28539,085782,377
3932,82029,084061,904
4029,83026,352156,183
4154,98449,68311,04,668
4234,36731,044465,415
4332,91129,738562,654
4433,66532,547266,214
4539,47537,844277,321
4643,61038,7831382,406
4758,51352,388121,10,913
4851,86345,232797,102
કુલ19,67,07918,33,03219238,00,303