Loading...

અમદાવાદ એરપોર્ટ પર ફરી ગાંજાની તસ્કરી: બેંગકોકથી આવેલા ભારતીય પાસેથી 1.107 કિલો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત

અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવતા ભારતીય મુસાફર પાસેથી હાઈડ્રોપોનિક ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Sun 05 Apr 2026 12:36 PM (IST)Updated: Sun 05 Apr 2026 12:36 PM (IST)
ahmedabad-airport-ganja-seized-bangkok-indian-passenger-1-107-kg-hydropnic-722038

Ahmedabad News: અમદાવાદ એરપોર્ટ પર અગાઉ પણ એમપીના બે શખ્સો પાસેથી ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર બીજી વાર ગાંજાનો જથ્થો ઝડપાયો છે. મળતી માહિતી મુજબ, 4 એપ્રિલના રોજ બેંગકોકથી આવતા ભારતીય મુસાફર પાસેથી હાઈડ્રોપોનિક ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેની ઈન્ટરનેશનલ માર્કેટમાં કિંમત 1 કરોડથી વધુ થવા જાય છે.

કસ્ટમ્સ વિભાગે તપાસ કરી

સ્ક્રીનિંગ દરમ્યાન શંકાના આધારે ,કસ્ટમ્સ વિભાગના અધિકારીઓ દ્વારા વિયેટ જેટ એરલાઈન્સની ફ્લાઈટ નં VZ-750થી બેંગકોકથી આવતા ભારતીય નાગરિકની અટકાયત કરી હતી, જેમાં મુસાફર પાસે રહેલી બેગમાં તપાસ કરતા લીલા રંગના પદાર્થના ચાર વેક્યુમ-સીલબંધ પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યા હતા..

NDPS એક્ટ હેઠળ ધરપકડ

કસ્ટમ વિભાગ દ્વારા પ્લાસ્ટિકના પેકેટનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં આ પેકેટમાં હાઈડ્રોપોનિક ગાંજા (કેનાબીસ) હોવાની પુષ્ટિ થઈ હતી, જેનું વજન 1.107 કિલો હોવાનું સાબિત થયું હતું. જેને જપ્ત કરાયો હતો. તેમજ NDPS એક્ટ, 1985ની જોગવાઈઓ મુજબ પેસેન્જરની ધરપકડ કરાઈ છે. પ્રાથમિક તપાસમાં પેસેન્જર મહારાષ્ટ્રના ઉલ્લાસનનગરનો હોવા સામે આવ્યું છે. તે કોની પાસેથી અને કોને આપવા ગાંજો લાવ્યો હતો તે અંગે વધુ તપાસ હાલ ચાલુ છે.

હેન્ડ બેગમાં છુપાવીને લાવ્યો ગાંજો

હેન્ડ બેગ સ્ક્રીનિંગ દરમિયાન શંકાના આધારે, કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ વિયેટ જેટ એરલાઈન્સની ફ્લાઇટ નં. VZ-750 દ્વારા બેંગકોક (ડોન મુઆંગ)થી આવતા ભારતીય નાગરિકને અટકાવ્યો હતો. મુસાફરના હેન્ડ બેગની વિગતવાર તપાસ કર્યા પછી, લીલાશ પડતા પદાર્થવાળા ચાર વેક્યુમ-સીલબંધ પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યા છે.