Loading...

'પાપા, આજે હનુમાનજી સાથે શૂટિંગ કર્યું?'- રણબીર કપૂરે દીકરી રાહા સાથેનો ક્યૂટ કિસ્સો શેર કર્યો, જુઓ VIDEO

જ્યારે 'રામાયણ' ફિલ્મ મારી પાસે આવી, ત્યારે જ હું પિતા બન્યો. આજે મારી દીકરી સાડા ત્રણ વર્ષની થઈ ચૂકી છે અને રામાયણની વાર્તામાં ખૂબ જ રસ લઈ રહી છે. આ ફિલ્મ મારા માટે ખૂબ જ ખાસ છે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 04 Apr 2026 06:15 PM (IST)Updated: Sat 04 Apr 2026 06:15 PM (IST)
entertainment-news-ranbir-kapoor-reveals-daughter-raha-kapoor-asks-cute-questions-about-ramayana-721686
HIGHLIGHTS
  • રામાયણ આપણા DNAમાં છે: રણબીર કપૂર

Entertainment News: ટૂંક સમયમાં રણબીર કપૂર પોતાની અપકમિંગ ફિલ્મ 'રામાયણ'માં ભગવાન 'શ્રીરામ'ની ભૂમિકા ભજવતો જોવા મળશે. પોતાની લાડકી દીકરી 'રાહા'ના જન્મ બાદ તેની આ ફિલ્મ આવી રહી હોવાથી, તે રણબીર કપૂર માટે ખૂબ જ ખાસ છે.

તાજેતરમાં જ રણબીર કપૂરે જણાવ્યું હતું કે, જ્યારે પણ તે આ માઈથોલૉજિકલ ફિલ્મના સેટ પરથી ઘરે જાય છે, ત્યારે દીકરી 'રાહા' રામાયણ સાથે અનેક સવાલો પૂછે છે. રણબીરનો એક આવો જ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેના પર ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

શું તમે આજે હનુમાનજી સાથે શૂટિંગ કર્યું?

રણબીર કપૂરના આ વાયરલ થઈ રહેલા વીડિયોને તેની ફેન ક્લબ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવ્યો છે. જેમાં રણબીર કહી રહ્યો છે કે, જ્યારે 'રામાયણ' ફિલ્મ મારી પાસે આવી, ત્યારે જ હું પિતા બન્યો હતો. આજે મારી દીકરી રાહા સાડા ત્રણ વર્ષની થઈ ચૂકી છે.

હું શૂટિંગ પર જઈને ભગવાન રામની ભૂમિકા ભજવતો હોવ છું અને પછી જ્યારે ઘરે જઉ, ત્યારે રાહાને રામાયણની વાર્તા સંભળાવું છે. હું જોઈ શકું છું કે, સાડા ત્રણ વર્ષની દીકરી રામાયણમાં એટલો રસ લઈ રહી છે કે, મને પુછે છે કે પાપા, તમે આજે હનુમાનજી સાથે શૂટિંગ કર્યું, સીતા સાથે શૂટ કર્યું, રામાયણમાં આજે તમે ક્યો સીન શૂટ કર્યો? રાહાને પણ રામાયણમાં ખૂબ જ રસ પડી રહ્યો છે. આજ દર્શાવે છે કે, રામાયણ આપણા DNAમાં છે.

નવી પેઢી માટે 'રામાયણ' ફરીથી બનાવવી જ જોઈએ

રણબીર કપૂરનો આ વીડિયો જોયા બાદ યુઝર્સ તરેહ-તરેહની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે, આપણે આપણી નવી પેઢી માટે 'રામાયણ' ફરીથી બનાવવી જ જોઈએ, તે જરૂરી છે. એક યુઝર્સે લખ્યું કે, રાહા કદાચ હનુમાનજી વિશે એટલા માટે પૂછતી હશે કે, કારણ કે બાળકોને 'બાલ હનુમાન' એનિમેટેડ સિરીઝ ખૂબ જ ગમે છે.