Entertainment News: ગત 26 ફેબ્રુઆરીએ સાઉથની સુંદર એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ પોતાના બૉયફ્રેન્ડ એવા સાઉથ સ્ટાર વિજય દેવરકોંડા સાથે ધામધૂમથી લગ્ન કર્યા હતા, જે બાદ ઈન્ટરનેટ યુઝર્સ માટે આ ફેવરિટ કપલ બની ગયું છે. હવે લગ્નના એક મહિના બાદ કપલે પોતાના ફેન્સ સમક્ષ ગુડ ન્યૂઝ શેર કરીને સરપ્રાઈઝ આપી છે.
રશ્મિકા મંદાનાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કરતાં લખ્યું છે કે, હવે અમે બેમાંથી ત્રણ થઈ ગયા. આ વીડિયોમાં વિજય અને રશ્મિકા જેવા દેખાતા મુવિંગ ગ્રાફિક્સ જોવા મળી રહ્યા છે, જ્યારે તેમની નજીક એક સુંદર પીળા રંગનું ફૂલ દર્શાવવામાં આવ્યું છે. એક્ટ્રેસની આ પોસ્ટે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે, જે વાયરલ થતાં જ ફેન્સ દ્વારા કપલને શુભેચ્છા પાઠવા માટે રીતસરની હોડ જામી ગઈ છે.
અનેક યુઝર્સ કોમેન્ટમાં પૂછી રહ્યા છે કે, શું રશ્મિકા તું ખરેખર પ્રેગ્નેન્ટ છે? તો કેટલાક લોકો આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછી રહ્યા છે કે, આટલા જલ્દી!. એક યુઝર્સે તો પૂછી લીધું કે, અત્યારે તો ત્રણનો અર્થે ફૂલ છે કે પછી જુનિયર 'વિરોશ' છે?
પોતાની પોસ્ટમાં રશ્મિકા મંદાનાએ ટેરિબલી ટિની પોસ્ટ નામના ઈન્સ્ટાગ્રામ યુઝર્સે ટૈગ કર્યું છે. આ સાથે જ વધુ એક રશ્મિકારું નામના એકાઉન્ટને પણ ટેગ કરવામાં આવ્યું છે.
હકીકતમાં રશ્મિકા અને વિજયે Terribly Tiny Talesની સાથે કૉલોબ્રેશન કર્યું છે. જ્યાં તમે શૉર્ટ સ્ટોરીઓ સાંભળી શકો છે. આ પ્લેટફોર્મ બાળકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે.
જણાવી દઈએ કે, રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા 2018માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ 'ગીતા ગોવિંદમ'ના શુટિંગ દરમિયાન એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પડ્યા હતા. જે બાદ ફેબ્રુઆરી મહિનામાં જ તેઓ લગ્નગ્રંથિથી બંધાયા હતા. એવામાં લગ્નના થોડા દિવસોમાં જ રશ્મિકા મંદાનાની નવી પોસ્ટે સોશિયલ મીડિયામાં સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે.
