Dhurandhar 2 Box Office Collection Day 14: ભારતીય સિનેમાના ઇતિહાસમાં જ્યારે પણ સુપરહિટ સિક્વલની વાત કરવામાં આવશે, ત્યારે 'ધુરંધર 2' (ધુરંધર: ધ રીવેન્જ) નું નામ સુવર્ણ અક્ષરે લખાશે. રણવીર સિંહ સ્ટારર આ સ્પાય થ્રિલર ફિલ્મે બોક્સ ઓફિસ પર એવી સુનામી લાવી છે કે મોટા ગજાની ફિલ્મોના રેકોર્ડ્સ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ રહ્યા છે. 19 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મ આજે પણ સિનેમાઘરોમાં 'હાઉસફુલ'ના બોર્ડ લગાવી રહી છે.
14મા દિવસની કમાણી અને ઘરેલુ કલેક્શન
ફિલ્મે તેની રિલીઝના 14 દિવસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. સામાન્ય રીતે ફિલ્મો બીજા અઠવાડિયામાં નરમ પડતી હોય છે, પરંતુ રણવીર સિંહની આ ફિલ્મે 14મા દિવસે પણ ₹20 કરોડનું શાનદાર કલેક્શન કરીને ટ્રેડ એનાલિસ્ટ્સને ચોંકાવી દીધા છે. આ સાથે જ ફિલ્મની કુલ ઘરેલુ (Domestic) કમાણી હવે ₹920.02 કરોડ પર પહોંચી ગઈ છે. 1000 કરોડના ક્લબમાં સામેલ થવા માટે આ ફિલ્મ હવે માત્ર ગણતરીના ડગલાં દૂર છે.
વર્લ્ડવાઈડ કલેક્શનમાં સનસનાટી
માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ 'ધુરંધર 2' નો દબદબો જોવા મળી રહ્યો છે. ફિલ્મે અત્યાર સુધીમાં વૈશ્વિક સ્તરે કુલ ₹1466.47 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મની વાર્તા, એક્શન સિક્વન્સ અને સ્ટાર કાસ્ટના પર્ફોર્મન્સને કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ તેને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
મોટા કલાકારોની ફોજ અને અદભૂત શરૂઆત
આ ફિલ્મની સફળતા પાછળ તેની મજબૂત સ્ટાર કાસ્ટનો મોટો હાથ છે. રણવીર સિંહ ઉપરાંત સંજય દત્ત, અક્ષય ખન્ના, આર. માધવન અને અર્જુન રામપાલ જેવા દિગ્ગજોએ આ સ્પાય થ્રિલરમાં પ્રાણ ફૂંક્યા છે. ફિલ્મે પ્રથમ અઠવાડિયામાં જ ₹674.17 કરોડ એકત્રિત કરીને પોતાની મજબૂત પકડ સાબિત કરી દીધી હતી.
કઈ ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા?
'ધુરંધર 2' એ તેની અત્યાર સુધીની સફરમાં ભારતીય સિનેમાની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોને પાછળ છોડી દીધી છે, જેમાં આ ફિલ્મો સામેલ છે .જવાન અને પઠાણ(શાહરૂખ ખાન),સ્ત્રી 2 અને છાવા,RRR અને કલ્કી 2898 AD,
હવે નજર સૌથી મોટા શિખર પર
હવે આ ફિલ્મની સીધી ટક્કર ભારતીય સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ટોપ-3 ફિલ્મો સાથે છે. નિષ્ણાતોનું માનવું છે કે જે ઝડપે ફિલ્મ આગળ વધી રહી છે, તે ટૂંક સમયમાં જ નીચેના આજીવન રેકોર્ડ્સ તોડી શકે છે:
- દંગલ (₹2,070 કરોડ)
- બાહુબલી 2: ધ કન્ક્લુઝન (₹1,788 કરોડ)
- પુષ્પા 2: ધ રૂલ (₹1,724 કરોડ)
જો આ ટ્રેન્ડ ચાલુ રહ્યો, તો 'ધુરંધર 2' ભારતીય સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનીને નવો ઈતિહાસ રચી શકે છે. રણવીર સિંહના કરિયર માટે આ ફિલ્મ એક માઈલસ્ટોન સાબિત થઈ રહી છે.
