Loading...

Dhurandhar 2 Box Office Record: બોક્સ ઓફિસ પર 'ધુરંધર 2' નો સપાટો, રણવીર સિંહની ફિલ્મે RRR અને KGF 2 ના વૈશ્વિક રેકોર્ડ તોડ્યા

Dhurandhar 2 Box Office Collection: અભિનેતા રણવીર સિંહ અને દિગ્દર્શક આદિત્ય ધરની સ્પાય થ્રિલર ફિલ્મ 'ધુરંધર 2: ધ રીવેન્જ' એ બોક્સ ઓફિસ પર તમામ પૂર્વધારણાઓને ખોટી સાબિત કરી દીધી છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Wed 01 Apr 2026 12:08 PM (IST)Updated: Wed 01 Apr 2026 12:08 PM (IST)
dhurandhar-2-box-office-record-ranveer-singh-film-beats-kgf-2-rrr-with-rs-1361-crore-collection-719409

Dhurandhar 2 Box Office Collection Record: ભારતીય સિનેમામાં હાલ માત્ર એક જ નામનો ગુંજારવ જોવા મળી રહ્યો છે અને તે છે 'ધુરંધર 2: ધ રીવેન્જ'. અભિનેતા રણવીર સિંહ અને દિગ્દર્શક આદિત્ય ધરની આ સ્પાય થ્રિલર ફિલ્મે બોક્સ ઓફિસ પર તમામ પૂર્વધારણાઓને ખોટી સાબિત કરી દીધી છે. રિલીઝના માત્ર 13 દિવસમાં જ આ ફિલ્મે દક્ષિણ ભારતની બે સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોના વર્લ્ડવાઇડ કલેક્શનના રેકોર્ડ ધ્વસ્ત કરી નાખ્યા છે.

વર્લ્ડવાઇડ કમાણીમાં દક્ષિણની ફિલ્મોને પછાડી

બોલીવુડ હંગામાના લેટેસ્ટ અહેવાલ મુજબ, 'ધુરંધર 2' એ વિશ્વભરમાં ₹1,434.4 કરોડનું કલેક્શન કર્યું છે. આ આંકડા સાથે રણવીર સિંહની આ ફિલ્મે સાઉથની સુપરહિટ ફિલ્મો 'RRR' અને 'K.G.F: ચેપ્ટર 2' ને પાછળ છોડી દીધી છે. અત્યાર સુધી આ બંને ફિલ્મો ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી ટોચની 10 ફિલ્મોમાં સામેલ હતી.

વર્લ્ડવાઇડ કલેક્શનની સરખામણી

નવા સીમાચિહ્નો તરફ પ્રયાણ

દક્ષિણની બે દિગ્ગજ ફિલ્મોને પછાડ્યા બાદ હવે 'ધુરંધર 2' ની નજર 'બાહુબલી 2', 'પુષ્પા 2' અને આમિર ખાનની 'દંગલ' ના રેકોર્ડ પર છે. ફિલ્મ જે ગતિએ આગળ વધી રહી છે તે જોતા એક્સપર્ટ માની રહ્યા છે કે આગામી થોડા દિવસોમાં આ ફિલ્મોના રેકોર્ડ પણ જોખમમાં આવી શકે છે. રણવીર સિંહની કારકિર્દીની આ સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઈ રહી છે.

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં વર્ચસ્વ

આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ સ્પાય થ્રિલરે માત્ર ભારતમાં જ નહીં પરંતુ ઓવરસીઝ માર્કેટમાં પણ પ્રભુત્વ જમાવ્યું છે. ફિલ્મને મળી રહેલા અભૂતપૂર્વ પ્રતિસાદને કારણે બોલીવુડમાં ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ફિલ્મનું નામકુલ વૈશ્વિક કમાણી (₹)
ધુરંધર 21,434.4 કરોડ
RRR1,230 કરોડ
K.G.F: ચેપ્ટર 21,215 કરોડ