Loading...

Arijit Singh Retirement: અરિજિતે સિંહે પ્લેબેક સિંગિંગને કહ્યું અલવિદા, જાહેરાત કરતા લખ્યું- હવે અહીં જ ખતમ કરી રહ્યો છું

જે લોકો અરિજિત સિંહના અવાજના પ્રશંસક છે તેઓના હવે દિલ તૂટવાના છે, કારણ કે બોલિવૂડના આ લોકપ્રિય ગાયકે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Tue 27 Jan 2026 10:01 PM (IST)Updated: Tue 27 Jan 2026 10:20 PM (IST)
arijit-singh-said-goodbye-to-playback-singing-while-announcing-it-he-wrote-i-am-ending-it-right-here-680961
HIGHLIGHTS
  • 15 વર્ષની અદ્ભુત સફરને વિદાય આપી
  • અરિજિત સિંહનો અવાજ હવે બોલિવૂડમાં સંભળાશે નહીં
  • ગાયકે નિવૃત્તિની જાહેરાત કરી

Arijit Singh Quits Singing: બોલીવુડના સૌથી પ્રખ્યાત પ્લેબેક સિંગર અરિજિત સિંહ (Arijit Singh) પોતાના ચાહકો સાથે એક દિલ તોડનારા સમાચાર શેર કર્યા છે. સુપરહિટ ગીતોનો દોર આપનાર અરિજિત સિંહે પોતાની સિંગિંગ કરિયરમાંથી નિવૃત્તિ લઈ લીધી છે .

અરિજિત સિંહે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે પોતાનો નિર્ણય શેર કર્યો છે. ગાયકના આ નિવેદન પર તેના ચાહકોને વિશ્વાસ નથી થઈ રહ્યો.

હું હવે કોઈ નવો એસાઇમેન્ટ નહીં લઉં - અરિજિત સિંહ
અરિજિત સિંહે તાજેતરમાં જ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નિવેદન બહાર પાડ્યું અને લખ્યું- નમસ્તે, આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ. વર્ષોથી મને આટલો પ્રેમ આપવા બદલ બધા શ્રોતાઓનો આભાર. મને એ જાહેરાત કરતા ખૂબ આનંદ થાય છે કે હું પ્લેબેક સિંગર તરીકે કોઈ નવા એસાઇમેન્ટ નહીં લઉં. હું આ સફર અહીં સમાપ્ત કરી રહ્યો છું. તે એક શાનદાર જર્ની હતી.

અરિજિત સિંહની પોસ્ટે ચાહકોના દિલ તોડ્યા
અરિજિત સિંહ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન વાંચ્યા પછી, ચાહકો વિશ્વાસ કરી શકતા નથી કે ગાયકે આટલો મોટો નિર્ણય લઈ લીધો છે. એક યુઝરે લખ્યું- આ સાચું ન હોઈ શકે. અમને વિશ્વાસ નથી થઈ રહ્યો કે બોલિવૂડ ગીતોમાં તમારો અવાજ નહીં હોય. અન્ય એક યુઝરે લખ્યું- પ્લીઝ, અરિજિત સિંહને કહો કે આ ફક્ત એક મજાક છે અને તમારું આઈડી હેક કરવામાં આવ્યું છે.

તો વધુ એક યુઝરે લખ્યું- બોલિવૂડમાં અમને તમારા અદ્ભુત અવાજની ખોટ સાલશે, સર. સમસ્યા ગમે તે હોય, અમને આશા છે કે તે જલ્દી ઉકેલાઈ જશે. એક ચાહકે લખ્યું- પહેલા ઝાકિર ખાન હવે અરિજિત ભાઈ, શું ચાલી રહ્યું છે?

આ કલાકારોએ અરિજિત સિંહ પહેલા લીધો હતો બ્રેક
અરિજિત સિંહના થોડા દિવસો પહેલા નેહા કક્કરે પણ ચાહકો સાથે શેર કર્યું હતું કે તે તેની જવાબદારીઓ અને સંબંધોમાંથી વિરામ લઈ રહી છે અને કહ્યું હતું કે તે ક્યારે પાછી ફરશે તેની ખાતરી નથી. નેહા કક્કર ઉપરાંત હાસ્ય કલાકાર ઝાકિર ખાને પણ સ્વાસ્થ્ય સમસ્યાઓનો હવાલો આપીને કોમેડીથી પાંચ વર્ષના વિરામની જાહેરાત કરી હતી.

અરિજિત સિંહનું પહેલું ગીત 2011માં રિલીઝ થયું હતું.
તમને જણાવી દઈએ કે અરિજિત સિંહે 2009માં મર્ડર 2 માટે પોતાનું પહેલું ગીત રેકોર્ડ કર્યું હતું. તેણે 2011માં રિલીઝ થયેલી- ફિર મોહબ્બત કરને ચલા હૈ તુ…ગીતમાં પોતાનો અવાજ આપ્યો હતો. આ ગીત એક ટ્રેન્ડ બન્યું અને અરિજિત સિંહ સેન્સેશન બની ગયો. સલમાન ખાનની ફિલ્મ- બેટલ ઓફ ગલવાનના ગીતોમાં પણ અરિજિત સિંહનો અવાજ સાંભળી શકાશે.