Loading...

'મુજે ઈશ્ક હુઆ હૈ યા..' અરિજીતસિંહના સિંગિંગમાંથી સંન્યાસના 5 દિવસ બાદ રિલીઝ થયું પ્રથમ ગીત, અવાજ સાંભળીને ફેન્સ થયા ભાવુક

અરીજિતસિંહે શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરી સ્ટારર 'ઑ રોમિયો' ફિલ્મના 'ઈશ્ક કા ફિવર' ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે. આ ફિલ્મ વેલેન્ટાઈન ડે પર રિલીઝ થશે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Mon 02 Feb 2026 03:50 PM (IST)Updated: Mon 02 Feb 2026 03:50 PM (IST)
arijit-singhs-ishq-ka-fever-wins-hearts-after-playback-retirement-announcement-684407
HIGHLIGHTS
  • અરિજીતસિંહ 'માસ્ટરપીસ' તે ક્યારેય રિટાયર્ડ નહીં થઈ શકે

Arijit Singh New Song: તાજેતરમાં જ પોતાના જાદુઈ અવાજથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છવાઈ જનારા ગાયક અરિજીતસિંહે પ્લેબેક સિંગિંગમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરતાં બૉલિવૂડ સહિત તેના ફેન્સમાં સોંપો પડી ગયો હતો. અરિજીતના આ નિર્ણય અંગે સોશિયલ મીડિયાથી માંડીને ફિલ્મી સેલેબ્સ દ્વારા પોત-પોતાની પ્રતિક્રિયા પણ આપવામાં આવી હતી. એવામાં અરિજીતના સન્યાસના 5 દિવસ બાદ તેનું એક નવું ગીત રિલાઝ થઈ ગયું છે. જેને સાંભળીને ફેન્સ ભાવુક થઈ રહ્યા છે.

કેવું છે અરિજીતસિંહનું નવું ગીત
અરિજીતનું આ ગીત શાહીદ કપૂર અને તૃપ્તિ ડિમરીની આગામી ફિલ્મ 'ઓ રોમિયો'નું છે. 'ઈશ્ક કા ફીવર' ગીતને જાણીતા સંગીતકાર વિશાલ ભારદ્વારજે કમ્પોઝ કર્યું છે, જ્યારે તેના શબ્દો ગુલઝારે લખ્યા છે.

ટી-સિરીઝ દ્વારા રજૂ કરવામાં આવેલા આ ગીત સાદગી અને ઊંડા પ્રેમને દર્શાવે છે. શાહિદ કપૂર અને તૃપ્તિની ફ્રેશ કેમિસ્ટ્રીએ આ ગીતના વિઝ્યુઅલમાં ચાર ચાંદ લગાવી દીધા છે.

અરિજીતને બૉલિવૂડની નહીં, પરંતુ બૉલિવૂડને અરિજીતની જરૂર
જેવું આ ગીત યુ-ટ્યૂબ અને અન્ય પ્લેટફોર્મ પર આવ્યું, તે સાથે જ લોકો કોમેન્ટ કરવા લાગ્યા. મોટાભાગના ફેન્સ અરિજીતને પોતાનો સન્યાસનો નિર્ણય પરત લેવા માટે કાકલૂદી કરી રહ્યા છે.

એક યુઝર્સે લખ્યું કે, અરિજીતસિંહ માસ્ટરપીસ છે, તે ક્યારેય રિટાયર્ડ નહી થઈ શકે. અન્ય એક યુઝર્સે ઈમોશનલ કોમેન્ટમાં લખ્યું છે કે, અરિજીતને બૉલિવૂડની જરૂર નથી, પરંતુ બૉલિવૂડને અરિજીતની જરૂર છે. અમે તારા અવાજને કાયમ મિસ કરીશું. અનેક ફેન્સે અરિજીતના અવાજને નેક્સ્ટ લેવલ ગણાવતા તેને પ્લેબેક સિંગિંગનો અસલી કિંગ કહી રહ્યા છે.

જણાવી દઈએ કે, અરિજીતસિંહે તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ થકી પોતાના સન્યાસને લઈને જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગાયકે લખ્યું હતું કે, હવે તેઓ નવા વર્ષમાં એક પ્લેબેક સિંગર તરીકે કોઈ નવું કામ નહીં સ્વીકારે. આ સાથે જ અરિજીતે સ્પષ્ટતા કરી હતી કે, જે ગીતો માટે તેણે પહેલા જ કમિટમેન્ટ કર્યું છે, તેને અચૂક પુરા કરશે. 'ઈશ્ક કા ફીવર' પણ અરિજીતના એવા જ કમિટમેન્ટનો હિસ્સો છે.

13 ફેબ્રુઆરીએ રિલીઝ થશે શાહિદ-તૃપ્તિની 'ઑ રોમિયો'
સાજિદ નડિયાદવાલા અને વિશાલ ભારદ્વાજની આ ફિલ્મ હુસૈન જૈદીના પુસ્તક 'માફિયા ક્વિન્સ ઑફ મુંબઈ' પર આધારિત છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરી ઉપરાંત નાના પાટેકર, તમન્ના ભાટિયા અને વિક્રાંત મેસ્સી જેવા દિગ્ગજ કલાકાર જોવા મળશે.

આ ફિલ્મ આગામી વેલેન્ટાઈન ડેના અવસરે એટલે કે 13 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે. એવામાં ફેન્સ હવે આ ફિલ્મની સાથે-સાથે અરિજીતસિંહના અન્ય ગીતોની પણ આતુરતાપૂર્વક રાહ જઈ રહ્યા છે.