Loading...

ધોરણ 12 પછી CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) કેવી રીતે બનવું?, સમજો સંપૂર્ણ પ્રક્રિયા

CA બનવા માટેનું આ પ્રથમ પ્રવેશદ્વાર છે. ધોરણ-12ની પરીક્ષા આપ્યા બાદ તરત જ વિદ્યાર્થીઓ આ માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sun 05 Apr 2026 11:43 AM (IST)Updated: Sun 05 Apr 2026 11:43 AM (IST)
how-to-become-a-ca-chartered-accountant-after-class-12-understand-the-complete-process-722006

How to become a chartered accountant?: જો તમે ધોરણ-12 પાસ કર્યું છે (કોઈપણ પ્રવાહમાં) અને એકાઉન્ટિંગ કે ફાયનાન્સ ક્ષેત્રે કરિયર બનાવવા માંગો છો, તો CA એક શ્રેષ્ઠ વિકલ્પ છે. ધોરણ-12 પછી CA બનવાની આખી સફર મુખ્યત્વે 4 ભાગમાં વહેંચાયેલી છે. જે નીચે મુજબ છે.

ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સી એ સૌથી પ્રતિષ્ઠિત વ્યાવસાયિક ડિગ્રીઓમાંથી એક માનવામાં આવે છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા સંચાલિત આ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ-12 એ પ્રથમ સીડી છે. ખાસ વાત એ છે કે માત્ર કોમર્સ જ નહીં, પણ સાયન્સ કે આર્ટ્સ પ્રવાહના વિદ્યાર્થીઓ પણ ધોરણ-12 પાસ કર્યા પછી આ ક્ષેત્રમાં ઝંપલાવી શકે છે.

સ્ટેપ-1: CA Foundation (પ્રવેશ પરીક્ષા)

  • કોણ આપી શકે? ધોરણ-12ની પરીક્ષા આપ્યા પછી તમે આ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
  • વિષયોઃ આમાં 4 વિષયો હોય છે (એકાઉન્ટ્સ, લો, મેથ્સ અને ઇકોનોમિક્સ).
  • સમયગાળો: આ પરીક્ષા વર્ષમાં ત્રણ વાર (જાન્યુઆરી, મે/જૂન અને સપ્ટેમ્બર) લેવાય છે. પરીક્ષાના 4 મહિના પહેલા રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

સ્ટેપ-2: CA Intermediate (બીજું લેવલ)

  • કચારે પહોંચાય? ફાઉન્ડેશન પાસ કર્યા પછી તમે આ લેવલમાં આવો છો.
  • અભ્યાસ: આમાં કુલ 6 વિષયો હોય છે, જે બે ગ્રુપમાં વહેંચાયેલા હોય છે.
  • ડાયરેક્ટ એન્ટ્રી: જો તમે ગ્રેજ્યુએટ (B.Com/BBA) છો, તો તમે ફાઉન્ડેશન વગર સીધા આ લેવલથી શરૂઆત કરી શકો છો.

સ્ટેપ-3: Practical Training (આર્ટિકલશિપ)

  • શું છે?: ઇન્ટરમીડિયેટના બંને ગ્રુપ પાસ કર્યા પછી તમારે કોઇ અનુભવી CA ની નીચે 2 વર્ષની પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવી પડે છે.
  • ફાયદો: આ દરમિયાન તમે ઓફિસમાં રૂબરૂ કામ શીખો છો અને તમને દર મહિને 'સ્ટાઈપેન્ડ' (પગાર) પણ મળે છે.

સ્ટેપ-4: CA Final (અંતિમ પડાવ)

  • આ સૌથી છેલ્લી પરીક્ષા છે. આર્ટિકલશિપના છેલ્લા 6 મહિના દરમિયાન તમે આ પરીક્ષા આપી શકો છો.
  • આમાં પણ બે ગ્રુપ હોય છે. આ પાસ કર્યા પછી તમે સત્તાવાર રીતે 'Chartered Accountant' બની જાઓ છો.

યાદરાખો:

  • સૌથી પહેલા તમારે ICAI ના Self Service Portal (SSP) પર જઈને વિદ્યાર્થી તરીકે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. આનો અર્થ એ થયો કે હવે તમે સત્તાવાર રીતે ICAI ના વિદ્યાર્થી બની ગયા છો.
  • નિયમ મુજબ, રજિસ્ટ્રેશન કરાવ્યા પછી તમારે ઓછામાં ઓછા 4 મહિના સુધી અભ્યાસ કરવો પડે છે. આ સમયગાળા દરમિયાન ICAI તમને પુસ્તકો મોકલે છે જેથી તમે પરીક્ષાની તૈયારી કરી શકો.