Foreign Study: લાંબા સમયથી ભારતીય વિદ્યાર્થીઓ માટે વિદેશમાં ભણવા માટે અમેરિકા, કેનેડા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા લોકપ્રિય રહ્યા છે. પરંતુ, તાજેતરના અહેવાલો મુજબ આ ચિત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. 'આક્સિલો ફિનસર્વ' (Auxilo Finserve) ના રિપોર્ટ અનુસાર, ભારતીય વિદ્યાર્થીઓ હવે સ્પેન, જર્મની, સિંગાપોર, યુએઈ અને દક્ષિણ કોરિયા જેવા દેશો તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે.
પસંદગી બદલાવાના મુખ્ય કારણો
આ ફેરફાર પાછળ માત્ર એક જ નહીં, પણ અનેક વ્યવહારુ કારણો જવાબદાર છે. એક્સિલો ફિનસર્વના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરના જણાવ્યા અનુસાર, આજનો ભારતીય વિદ્યાર્થી માત્ર ડિગ્રી પાછળ નથી દોડતો, પણ તે 'વળતર' (Return on Investment) પર વધુ ધ્યાન આપી રહ્યો છે. મુખ્ય કારણો નીચે મુજબ છે:
આ પણ વાંચો
ઓછો શૈક્ષણિક ખર્ચ: પરંપરાગત દેશોની તુલનામાં અહીં ટ્યુશન ફી ઘણી ઓછી છે.
સરળ વિઝા પ્રક્રિયા: કેનેડા અને યુકે જેવા દેશોએ તાજેતરમાં વિઝા નિયમો કડક બનાવ્યા છે, તેની સામે જર્મની અને સ્પેન જેવા દેશોની પ્રક્રિયા વધુ સ્પષ્ટ અને સરળ છે.
સુરક્ષા અને રોજગારી: વિદ્યાર્થીઓની સલામતી અને અભ્યાસ પૂર્ણ કર્યા પછી તુરંત નોકરી મળવાની શક્યતાઓ અહીં વધુ છે.
STEM કોર્સ: વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) ના ક્ષેત્રોમાં આ નવા દેશો વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડે છે.
ખર્ચ અને કમાણીની સરખામણી
રિપોર્ટમાં ખર્ચ અને નોકરીની તકો અંગેના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જે વિદ્યાર્થીઓને આ દેશો પસંદ કરવા માટે મજબૂર કરે છે:
| વિગત | નવા ઉભરતા દેશો (જર્મની, સ્પેન, વગેરે) | પરંપરાગત દેશો (UK, USA, વગેરે) |
|---|---|---|
| વાર્ષિક કુલ ખર્ચ | ₹18 થી 40 લાખ | ₹60 થી 90 લાખ |
| નોકરી મેળવવાનો સમય | 6 થી 9 મહિના | 9 થી 15 મહિના |
| પ્રારંભિક વાર્ષિક પગાર | ₹25 થી 45 લાખ | ₹45 થી 75 લાખ |
