8th Pay Commission:શું વર્ષમાં બે વખત નિવૃત્ત થશે સરકારી કર્મચારીઓ? જાણો નિવૃત્તિને લગતા આ નિયમો પાછળની હકીકત

સોશિયલ મીડિયા પર સરકારી કર્મચારીઓની વર્ષમાં બે વખત નિવૃત્તિના દાવા વાયરલ છે. સરકાર આવા કોઈ નિયમ લાવવાની યોજના ધરાવતી નથી; 8મા પગાર પંચની તારીખ પણ અજાણ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 19 Jun 2026 11:48 PM (IST)Updated: Fri, 19 Jun 2026 11:48 PM (IST)
will-government-employees-retire-twice-a-year-know-the-truth-behind-these-rules-regarding-retirement

8th Pay Commission: 8માં પગાર પંચના અપડેટ્સ વચ્ચે સોશિયલ મીડિયા પર સરકારી કર્મચારીઓને લઈ અનેક પ્રકારના દાવા વાયરલ થઈ રહ્યા છે. આ પૈકી એક છે કે સરકાર એક નિયમ લાવવાની યોજના ધરાવે છે. જેમાં સરકારી કર્મચારી વર્ષમાં બા વખત રિટાયર થશે. ચાલો આ હકીકત અંગે જાણીએ.

હાલના નિયમો અનુસાર જો કોઈ કર્મચારીનો જન્મ જાન્યુઆરીમાં થયો હોય તો તે જાન્યુઆરીમાં નિવૃત્ત થશે, અને જો કોઈ કર્મચારીનો જન્મ ઓગસ્ટમાં થયો હોય તો તે ઓગસ્ટમાં નિવૃત્ત થશે. સોશિયલ મીડિયા પર દાવા કરવામાં આવી રહ્યા છે કે કર્મચારીઓને બે જૂથોમાં વહેંચવાનો પ્રસ્તાવ છે: જાન્યુઆરીથી જૂન વચ્ચે જન્મેલા બધા કર્મચારીઓ 30 જૂને નિવૃત્ત થશે અને જુલાઈથી ડિસેમ્બર વચ્ચે જન્મેલા કર્મચારીઓ 31 ડિસેમ્બરે નિવૃત્ત થશે.

શું કર્મચારીઓ બે વાર નિવૃત્ત થશે?


જો તમે આ નિયમને સાચો માનતા હોય તો થોડી રાહ જુઓ. સરકાર હાલમાં આવો નિયમ લાગુ કરવાની યોજના બનાવી રહી નથી.દરમિયાન ઓલ ઈન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. મનજીત સિંહ પટેલ માને છે કે જો આવો નિયમ ક્યારેય લાગુ થશે તો સૌથી મોટો ફાયદો કર્મચારીઓને થશે.

8મું પગારપંચ ક્યારે લાગુ થશે?


કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં 7મા પગારપંચ મુજબ પગાર અને પેન્શન મળે છે. જોકે આ કમિશનનો કાર્યકાળ ફક્ત 10 વર્ષનો હતો, જે ડિસેમ્બર 2026 માં સમાપ્ત થયો. 8મું પગારપંચ 1 જાન્યુઆરી, 2026 ના રોજ લાગુ થવાનું હતું. જોકે, અમલીકરણની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. 2026નું વર્ષ પહેલાથી જ અડધું પસાર થઈ ગયું છે, પરંતુ 8મું પગારપંચ હજુ સુધી લાગુ થયું નથી.