8th Pay Commission:મોંઘવારી ભથ્થામાં વધારો અને 8માં પગાર પંચ અંગે મોટુ અપડેટ, લાખો કર્મચારીઓને મળશે ફાયદો

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 8મા પગાર પંચ અને મોંઘવારી ભથ્થા અંગે મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે. જુલાઈ 2026થી લાગુ થનારા DAની જાહેરાત સપ્ટેમ્બરમાં અપેક્ષિત છે, જ્યારે 8મા પગાર પંચ માટે સૂચનો જમા કરાવવાની સમયસીમા પૂર્ણ થઈ ગઈ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 20 Jun 2026 04:12 PM (IST)Updated: Sat, 20 Jun 2026 04:12 PM (IST)
major-update-on-dearness-allowance-increase-and-8th-pay-commission-lakhs-of-employees-will-get-benefit

8th Pay Commission Update:કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સનની નજર અત્યારે 8મા પગાર પંચ (8th Pay Commission) પર ટકેલી છે. પગાર, પેન્શન અને મોંઘવારી ભથ્થામાં સંભવિત વધારાને લઈ સતત ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન 8માં પગાર પંચ સંબંધિત મહત્વની અપડેટ સામે આવી છે. જેમાં મોંઘવારી ભથ્થા (DA)ની આગામી જાહેરાત, મેમોરેન્ડમ જમા કરવાની સમય સીમા પૂરી કરવા તથા પંચની રાજ્યોમાં ચાલી રહેલી બેઠકોને લઈ નવી માહિતીનો સમાવેશ થાય છે.

મોંઘવારી ભથ્થા

સૌથી પહેલા વાત મોંઘવારી ભથ્થાની કરીએ તો કેન્દ્ર સરકારે વર્ષમાં બે વખત DA અને DR (Dearness Relief) આપવાની જાહેરાત કરી છે. જાન્યુઆરી 2026 માટે કર્મચારીઓ તથા પેન્શનર્સને 2 ટકા વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ DAનો દર 60 ટકા સુધી પહોંચી ગયો છે. હવે કર્મચારીઓને જુલાઈ 2026થી લાગુ થનારા DA રાહ જોઈ રહ્યા છે. કર્મચારી સંગઠનોની માહિતી પ્રમાણે સરકાર સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં DA ની જાહેરાત કરે છે.જોકે કેટલાક કિસ્સામાં તે ઓક્ટોબર સુધી જઈ શકે છે.

એપ્રિલ 2026 માટેનો ઇન્ડેક્સ 149.9 પર પહોંચી ગયો

મોંઘવારી ભથ્થાની ગણતરી લેબર બ્યુરો દ્વારા જાહેર કરાયેલા ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રિયલ વર્કર્સ (AICPI-IW) આધારે કરવામાં આવે છે.એપ્રિલ 2026 માટેનો ઇન્ડેક્સ 149.9 પર પહોંચી ગયો છે,જે પાછલા મહિના કરતા વધારે છે.મે અને જૂન 2026 ડેટા હવે જુલાઈથી ડિસેમ્બર 2026 સમયગાળા માટે DA નું સ્પષ્ટ ચિત્ર આપશે.નિષ્ણાતો માને છે કે કર્મચારીઓને આ વખતે પણ નોંધપાત્ર DA વધારો મળી શકે છે.

વિવિધ સંગઠનોની મોટી માંગણીઓ

બીજા મહત્વના સમાચાર એ છે કે 8મા પગાર પંચને મોકલવામાં આવનાર મેમોરેન્ડમને લગતો છે.કમિશને કર્મચારીઓ,પેન્શનરો,ન્યાયિક અધિકારીઓ અને અન્ય હિસ્સેદારો પાસેથી સૂચનો માંગ્યા હતા.આ સૂચનો સબમિટ કરવાની અંતિમ તારીખ 15 જૂન, 2026 હતી, જે હવે સમાપ્ત થઈ ગઈ છે. વિવિધ કર્મચારી સંગઠનોએ કમિશન સમક્ષ ઘણી મહત્વપૂર્ણ માંગણીઓ મૂકી છે. આ માંગણીઓમાં સૌથી મુખ્ય લઘુત્તમ મૂળભૂત વેતનમાં નોંધપાત્ર વધારો અને ઉચ્ચ ફિટમેન્ટ પરિબળનો અમલ છે.